અમદાવાદ, 3 જાન્યુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1,000ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 5,000 કરોડના એનસીડી લોન્ચ કરવા મંજૂરી આપી છે. કંપની એક કે તેથી વધુ તબક્કામાં એનસીડી યોજી આ ફંડ એકત્ર કરી શકે છે, તેવી જાણકારી કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી.

કંપનીએ જણાવ્યું હતું કે, “અમે તમને જણાવવા માંગીએ છીએ કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 3જી જાન્યુઆરી, 2024ના રોજ મળેલી તેની બેઠકમાં નીચેની બાબતોને મંજૂરી આપી છે: 1. રૂ. 1,000 રૂપિયાની ફેસ વેલ્યુના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો પબ્લિક ઇશ્યુ, લાગુ કાયદા (“ઇશ્યુ”) અનુસાર એક અથવા વધુ તબક્કાઓ દ્વારા રૂ. 5,000 કરોડ સુધીની રકમ એકત્ર કરશે.”

કંપની ભારતમાં તેના સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ, મુન્દ્રા સહિત ભારતમાં 13 પોર્ટ અને ટર્મિનલ્સનું સંચાલન કરે છે. અદાણી ગ્રૂપની કંપનીઓ મૂડીખર્ચ માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ કરી રહી છે, અને આગામી દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સાત ટ્રિલિયન રૂપિયા ખર્ચવાની યોજના ધરાવે છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 400 મેટ્રિક ટન (MMT) કરતાં વધુ કાર્ગો જથ્થાને હેન્ડલ કરવાનું વિચારી રહ્યા છે, જે વર્ષની શરૂઆતમાં પૂરી પાડવામાં આવેલી 370-390 MMTની ગાઈડન્સ અપર રેન્જ વટાવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે હિન્ડેનબર્ગ કેસ મામલે 3 જાન્યુઆરીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા CBI તપાસ શરૂ કરવાની અરજીઓ ફગાવી દીધી છે.  અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવની હેરાફેરીના આરોપો અંગેની અરજીઓના બેચ પર નવેમ્બરમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યાના એક મહિના પછી સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.

આજે યોજાયેલી બોર્ડ મીટિંગમાં, અદાણી ગ્રૂપના પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ આર્મે તેના ટોચના અધિકારીઓમાં રિકંસ્ટ્રક્શન કરવાની જાહેરાત કરી હતી, જેમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ અદાણીને તેના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા હતા.

કંપનીના વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કરણ અદાણીને MD તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અશ્વની ગુપ્તાને નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

3 જાન્યુઆરીના ટ્રેડિંગ સેશનમાં, BSE ખાતે અદાણી પોર્ટ્સ 1.39 ટકા ઉછાળા સાથે રૂ. 1093.50 પર બંધ રહ્યો હતો.