અદાણી પાવરનો FY23 નફો 118 ટકા વધી રૂ. 10727 કરોડ

અમદાવાદ, 6 મેઃ અદાણી જૂથની અદાણી પાવર લિ.એ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક/ વર્ષ માટેના પ્રોત્સાહક પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો Q4 FY23 ચોખ્ખો નફો 12.9 ટકા વધી રૂ. 5242 કરોડ અને આવકો રૂ. 10795 કરોડ તથા EBITDA રૂ. 2,461 કરોડ નોંધાવ્યા છે.
વાર્ષિક નફો 118 ટકા ઊછળી રૂ. 10727 કરોડ થયો

કંપનીએ વાર્ષિક પરીણામો અનુસાર આવકો 35.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 43041 કરોડ અને ચોખ્ખો નફો 118.4 ટકા ઊછાળા સાથે રૂ. 10727 કરોડ નોંધાવ્યો છે. કંપનીની EBITDA 3.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 14,312 કરોડ નોંધાઇ છે. પરીણામો અંગે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અદાણી પાવર એ અદાણી જૂથની વૈવિધ્યકૃત પ્રવૃત્તિઓ જેવી કે, રિન્યૂએબલ એનર્જી વેલ્યૂ ચેઇન, કન્વેન્શનલ જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં મહત્વનો રોલ અદા કરવા સજ્જ બની છે.