Adani Enterprisesમાં બે દિવસમાં 31 ટકા સુધીનો ઉછાળો નોંધાયો

અમદાવાદઃ અદાણીની કંપનીઓના શેરોમાં બે માસની મંદી બાદ સુધારાની સંગીન ચાલ જોવા મળી છે. જેમાં ગ્રૂપની10માંથી 5 સ્ક્રીપ્સમાં તેજીની સર્કિટ વાગી છે. જોવા મળી છે. જેના કારણે ગ્રૂપની માર્કેટકેપમાં રૂ. 30 હજાર કરોડનો વધારો થયો છે. ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઈઝિસ 24.5 ટકા ઉછળ્યો છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલમર, અદાણી ગ્રીન એનર્જી, એનડીટીવી અને અદાણી પાવરમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી. અંબુજા સિમેન્ટ અને એસીસીના શેરો પણ 1થી 2 ટકા વધ્યા હતા. અદાણી ટોટલ અને અદાણી પોર્ટ્સમાં 2.17 ટકા અને 1.48 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

SENSEXમાં 449 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી 17451 પોઇન્ટની સપાટીએ

બુધવારે ભારતીય શેરબજારોમાં સળંગ આઠ દિવસની મંદીએ પારો ખાવા સાથે સેન્સેક્સ 448.96 પોઇન્ટના સુધારા સાથે 59411.08 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની પાવરગ્રીડ અને એચડીએફસી બેન્કને બાદ કરતાં 28 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી. તેની આગેવાની એસબીઆઇ (2.69 ટકા), એક્સિસ બેન્ક (2.54 ટકા), ટેક મહિન્દ્રા (2.30 ટકા), એચસીએલ ટેક (2.19 ટકા), ટીસીએસ (2.16 ટકા) અને ઇન્ડસઇન્ડ બેન્ક (2.69 ટકા)એ લીધી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 146.90 પોઇન્ટના સુધારા સાથે 17450.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝ 31 ટકા વધ્યો

SBIએ અદાણી એન્ટરપ્રાઈઝિસની વાર્ષિક સમીક્ષા કર્યા બાદ તેની લોન ફાળવણી માટેની મર્યાદા અર્થાત ક્રેડિટ લિમિટ જાળવી રાખવા નિર્ણય કર્યો છે. આ જાહેરાતના પગલે અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં છેલ્લા બે દિવસથી ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારના બંધ 1194.20 સામે આજે ઈન્ટ્રા ડે હાઈ 1567 મુજબ શેરમાં 31 ટકાનો ઉછાળો નોંધાયો છે.

Adani Stocksની બુધવારની ચાલ એક નજરે

સ્ક્રિપ્સબંધભાવતફાવત
ADANI ENTERPRISES1,579.0015.76%
ADANI TOTAL GAS714.205.00%
ADANI TRANSMISSION674.655.00%
ADANI GREEN ENERGY509.804.99%
ADANI WILMAR379.454.99%
NDTV199.754.99%
ADANI POWER153.754.98%
AMBUJA CEMENT354.403.61%
ADANI PORTS & SEZ601.301.47%
ACC1,771.752.28%

(સ્રોતઃ BSE)

અદાણી ગ્રૂપ દ્વારા એશિયાના વિવિધ દેશોમાં રોડ શો શરૂ થઈ ચૂક્યા છે. જેની મદદથી તેઓ ફંડિંગ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ હોંગકોંગ અને સિંગાપોરમાં યોજાયેલા રોડ શોમાં બેન્કો પાસેથી અદાણી જૂથ 80 કરોડ ડોલરની લોન લેવા સફળ થયું છે. ગ્રૂપ આ વર્ષે માર્ચના અંત સુધીમાં 69થી 79 કરોડ ડોલરની લોન ચૂકવવાની યોજના ધરાવે છે.