અમદાવાદ, 31 જુલાઇ: છેલ્લાં છ મહિનામાં 40,000થી વધુ જોબ પોસ્ટિંગ સાથે અમદાવાદ એક ગતિશીલ રોજગાર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે અને ભારતની એકંદર આર્થિક વૃદ્ધિને બળ આપી રહ્યું છે. વાઇબ્રન્ટ રોજગાર કેન્દ્ર તરીકે શહેરનું રૂપાંતર વિવિધ એસએમબી અને એમએસએમઇની જરૂરિયાતોને જ પૂર્ણ કરવા ઉપરાંત સ્ટાર્ટ-અપ્સ અને દેશભરની પ્રતિભાઓને આકર્ષિત કરે છે. રોજગાર લેન્ડસ્કેપમાં અમદાવાદની ઝડપી પ્રગતિ રોજગારની તકોનું સર્જન કરવામાં તથા રાષ્ટ્રીય સ્તરે વિકાસને બળ આપવા માટે ટિયર 1 શહેરોની સ્પર્ધા કરવાની તેની ક્ષમતાને પ્રદર્શિત કરે છે.

જોબ અને પ્રોફેશ્નલ નેટવર્કિંગ પ્લેટફોર્મ apna.coના તાજેતરના રિપોર્ટ મૂજબ જાન્યુઆરીથી જૂન 2023 સુધી પ્રાપ્ત કુલ 10 લાખ જોબ એપ્લીકેશનની સાથે અમદાવાદની આર્થિક શક્તિને દર્શાવે છે. રોજગારની તકોમાં વધારાએ નવા યુઝર્સ માટે નોંધપાત્ર અવસરોની રચના કરી છે, જ્યાં લગભગ 90,000 વ્યક્તિઓ આ સમયગાળામાં apna.co સાથે જોડાયા છે. વધુમાં, આશરે 10,000 નવા એમ્પલોયર્સે પ્લેટફોર્મને અપનાવ્યું છે, જે શહેરની વૃદ્ધિ સાધતી બિઝનેસ ઇકોસિસ્ટમ તથા કુશળ પ્રોફેશ્નલ્સની વધતી માગને સૂચવે છે. આ વૃદ્ધિનું પ્રોત્સાહક પાસું મહિલાઓની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો છે. રિપોર્ટ મૂજબ વર્ષ 2023ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં શહેરમાં કારકિર્દીની સંભાવનાઓ શોધતી મહિલાઓ તરફથી 3.8 લાખ જોબ એપ્લીકેશન મળી છે.

apna.coના સ્થાપક અને સીઇઓ નિર્મિત પરીખે કહ્યું હતું કે, રોજગાર પાવરહાઉસ તરીકે અમદાવાદની નોંધપાત્ર સફર ભારતના આર્થિક વિકાસમાં શહેરની મહત્વપૂર્ણ ભૂમિકાને સૂચવે છે. તે બિઝનેસિસ, સ્ટાર્ટ-અપ્સ અને કુશળ પ્રોફેશ્નલ્સને આકર્ષી રહ્યું છે ત્યારે તે ટિયર 1 શહેરોની જેમ રોજગારનું સ્તર હાંસલ કરવામાં અગ્રેસર છે. રોજગાર બજારમાં અમદાવાદનો ઉદય દેશના એકંદર રોજગાર લેન્ડસ્કેપ ઉપર નોંધપાત્ર અસરો પેદા કરશે.