Ajax Engineeringનો IPO 10 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.599-629
ઇશ્યૂ ખૂલશે | 10 ફેબ્રુઆરી |
ઇશ્યૂ બંધ થશે | 12 ફેબ્રુઆરી |
એન્કર ઇન્વેસ્ટર્સ બીડ | 7 ફેબ્રુઆરી |
ફેસ વેલ્યૂ | રૂ.1 |
પ્રાઇસબેન્ડ | રૂ. 599-629 |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
ઇશ્યૂ સાઇઝ | 2,01,80,446 શેર્સ |
લોટ સાઇઝ | 23 શેર્સ |
અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ Ajax Engineering કંપની સોમવાર, 10 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ ખોલવા જઈ રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખોલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલાની એટલે કે શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 599થી રૂ. 629 રાખવામાં આવી છે. બિડ્સ લઘુતમ 23 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 23 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. આઈપીઓમાં 2,01,80,446 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસઃ
જુલાઈ 1992માં સ્થપાયેલી Ajax Engineering લિમિટેડ મૂલ્ય શૃંખલામાં કોંક્રિટ સાધનો અને સેવાઓની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. કંપનીએ મૂલ્ય શૃંખલા માટે 141 કોંક્રિટ સાધનોના પ્રકારો વિકસાવ્યા છે અને છેલ્લા દસ વર્ષમાં ભારતમાં 29,800 થી વધુ એકમો વેચ્યા છે.
ડિઝાઇન, એન્જિનિયરિંગ અને વિકાસ ટીમમાં 79 પૂર્ણ-સમયના કર્મચારીઓ છે, જે કુલ કાર્યબળના લગભગ 15.96% છે. Ajax Engineering લિમિટેડ પાસે કર્ણાટકમાં ચાર સુવિધાઓ છે, જે ઓબાદેનહલ્લી, ગૌરીબિદાનુર અને બાશેટ્ટીહલ્લી ખાતે સ્થિત છે. કંપની પાસે ભારતના ૨૩ રાજ્યોમાં ૫૧ ડીલરશીપ છે, જે ૫૧ મુખ્યાલય અને ૬૩ શાખાઓ સહિત ૧૧૪ ટચપોઇન્ટ પૂરા પાડે છે, જેમાંથી ૩૪ સેવા કેન્દ્રો તરીકે પણ સેવા આપે છે. કંપનીએ દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં ૨૫ ડીલરો અને વિતરકોની સ્થાપના કરી છે.
લિસ્ટિંગઃ કંપનીના ઈક્વિટી શેરને BSE અને NSEપર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.
લીડ મેનેજર્સઃ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ, જેએમ ફાઈનાન્શિયલ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)