અમદાવાદ, 31 જુલાઈ: 5 કરોડ અને તેથી વધુના ટર્નઓવરવાળા જીએસટી રજિસ્ટર્ડ વ્યવસાયો માટે ઈ-ઈનવોઈસિંગ અપનાવવાની અંતિમ તારીખ નજીક આવી રહી હોવાથી ટેલી સોલ્યુશન્સ આ વ્યવસાયોને તેના વ્યાપક અને ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન ટેલીપ્રાઈમ 3.0ના માધ્યમથી ઈ-ઈનવોઈસિંગમાં સરળતાથી સંક્રમણ અને અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરવા તૈયાર છે. ટેલી વર્ષ 2020થી ઈ-ઈનવોઈસિંગનવા નિયમોને એકીકૃત રીતે અપનાવવામાં એમએસએમઈને મદદ કરવા માટે, કંપનીએ અમદાવાદમાં 360 ડિગ્રી એજ્યુકેશન કેમ્પેઈન શરૂ કર્યું છે. આ કેમ્પેઈનનો હેતુ અમદાવાદમાં 2,11,239થી વધુ વ્યવસાયોને ઈ-ઈનવોઈસિંગ, ઈ-વે બિલ, ઓડિટ ટ્રેલ અને વ્યવસાયની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવાની સાથે સરળ સંક્રમણની સુવિધામાં ટેકનોલોજીની ભૂમિકાને સમજવામાં મદદ કરવાનો છે. ટેલીએ તાજેતરમાં ટેલીપ્રાઈમ 3.0 રજૂ કર્યું છે, જે સુધારેલું કમ્પ્લાયન્સ એન્જિન છે, ખાસ કરીને બહુવિધ GSTINના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ છે.

ટેલી સોલ્યુશન્સના ઈન્ડિયા બિઝનેસ હેડ જોયસ રેએ જણાવ્યું હતું કે, વર્ષ 2020થી ભારતમાં વ્યવસાયોની ઇ-એડોપ્શન સફરને આગળ ધપાવવામાં ટેલીની મુખ્ય ભૂમિકા ખરેખર પ્રોત્સાહક રહી છે. ભારતમાં 7 લાખથી વધુ વ્યવસાયોએ પહેલી ઓગસ્ટ 2023 સુધીમાં ઈ-ઈનવોઈસિંગ અપનાવવાની જરૂર છે.