ક્યુઆઇબી પોર્શન161 ગણો
એનઆઇઆઇ ક્વોટા862 ગણો
રિટેઇલક્વોટા 268 ગણો
કુલ સબસ્ક્રિપ્શન365 ગણુ

અમદાવાદ, 26 એપ્રિલ: એમ્ફોર્સ ઓટોટેકના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે તથા બિડિંગના અંતિમ દિવસ સુધીમાં 365 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPO 23થી 25 એપ્રિલ, 2024 સુધી ખુલ્લો હતો અને કંપનીનો ઉદ્દેશ્ય રૂ. 53.9 કરોડ ઊભા કરવાનો હતો.

ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 93-98 હતો. IPOમાં બુક બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 54.99 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ હતો. લઘુત્તમ લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર્સ હતો. કંપની બીએસઇ એસએમઇ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.

કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 53.9 કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે તથા IPOમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેની પેટા કંપની એમફોર્સ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (ઇએમએસપીએલ) માટે હિમાચલ પ્રદેશમાં બડ્ડીમાં ઝારમાજરી ખાતે નવા પ્લાન્ટની સ્થાપના કરવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાનો આશય ધરાવે છે. ઇએમએસપીએલ ઓટોમોટિવ અને એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રી માટે રોટાવેટર બ્લેડ અને સ્ટીલ ફોર્જિંગનું ઉત્પાદન કરે છે.

પંચકુલામાં મુખ્યાલય ધરાવતી કંપની મુખ્ય ઓટોમોટિવ ડ્રાઇવટ્રેન પાર્ટ્સનું ઉત્પાદન કરે છે તથા તે ઉત્તર અમેરિકા અને એશિયા સહિત છ ખંડોમાં નિકાસ કરે છે. એમફોર્સ ડિફરેન્શિયલ હાઉસિંગ, ડિફરેન્શિયલ લોકર્સ, ડિફરેન્શિયલ કવર્સ, 4ડબલ્યુડી લોકિંગ હબ, સ્પિન્ડલ્સ, એક્સેલ અને શાફ્ટ, ગિયર શિફ્ટર્સ, યોકર્સ, ડિફરેન્શિયલ સ્પૂલ્સ, ડિફરેન્શિયલ ટુલ અને વિવિધ ડિફરેન્શિયલ ફોર્જ્ડ-કાસ્ટ પાર્ટ્સ કે જે મુખ્યત્વે 4-વ્હીલ ડ્રાઇવ અને પર્ફોર્મન્સ રેસિંગ વ્હીકલ માટે ઉત્પાદન કરે છે. એમફોર્સ હિમાચલ પ્રદેશમાં બડ્ડી ખાતે 9,962 ચોરસ મીટરમાં ફેલાયેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)