CII ગુજરાતની વાર્ષિક સભાનું આયોજન. ‘વિકસિત ગુજરાત અને સમૃદ્ધ ભારતની શક્તિ’ વિષય પર ચર્ચા
સંતુલિત અને ટકાઉ વૃદ્ધિ સાથે ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો
અમદાવાદ, 18 માર્ચઃ કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતની વર્ષ 2024ની વાર્ષિક સભાનું આયોજન કરાયું હતું. જેનો વિષય ‘વિકસિત ગુજરાત-એક સમૃદ્ધ ભારતની શક્તિ’ હતો. ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપતા ગુજરાતને સતત સમૃદ્ધિ તરફ આગળ ધપાવવાની વ્યૂહરચના પર વિચાર વિમર્શ કરવા ઉદ્યોગકારો, પોલીસી મેકર્સ, રાજકિય નેતાઓ એક મંચ પર એકત્રિત થયા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન અને સહકાર અને MSME ઉદ્યોગના રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્માએ યોગ્ય સંદેશા વ્યવહાર અને શૈક્ષણિક પહેલ દ્વારા ઉદ્યોગોના પડકારોનો સામનો કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાગત પ્રવચનમાં CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને હિટાચી હાઈ-રેલ પાવર ઇલેક્ટ્રોનિક્સના મેનેજિંગ ડિરેક્ટર દર્શન શાહે ગુજરાતને તકોની ભૂમિ ગણાવી હતી. સાથે જ ભારતીય અર્થતંત્રમાં રાજ્યના મહત્વપૂર્ણ યોગદાન વિશે વાત કરી હતી.
કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતની વર્ષ 2024ની વાર્ષિક સભાનો એજન્ડા ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનો હતો. ભારત જ્યારે 2047માં આઝાદીના 100માં વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત વિકસિત ભારત બને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે.
CII વેસ્ટર્ન રિજનના ડેપ્યુટી ચેરપર્સન અને VM સાલગાવકર એન્ડ બ્રધર્સના પ્રેસિડેન્ટ સ્વાતિ સાલગાવકરે ગુજરાતમાં ટેક્નોલોજીકલ અને ઇન્ટલએક્ચ્યુઅલ પાવરહાઉસની તક પર પ્રકાશ પાડ્યો હતો. અભાર પ્રસ્તાવમાં CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વાઇસ ચેરમેન અને અરવિંદના એક્ઝિકિટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઇએ કહ્યું કે વિકસિત ગુજરાત વગર વિકસિત ભારતની કલ્પના અશક્ય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)