અમદાવાદ, 23 મેઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમીટેડ)એ FY23માં રૂ. 3,138.15 મિલીયનની તુલનામાં FY24માં 9% વૃદ્ધિ સાથે ચોખ્ખો નફો રૂ. 3,409.83 મિલીયન હાંસલ કર્યો છે. સમાન નાણાંકીય વર્ષમાં પાછલા વર્ષની રૂ. 9,169.50 મિલીયનની આવક સામે 8% વધુ રૂ. 9,884.29 મિલીયન હાંસલ કરી છે. સંયુક્ત ઇબીઆઇટીડીએ રૂ. 5,730.53 મિલીયનના સ્તરે છે, જે FY23ની રૂ. 5,021.41 મિલીયમન સામે 14%ની વૃદ્ધિ દર્શવે છે. જ્યારે ઇબીઆઇટીડીએ માર્જિન FY23ના 55% સામે 58%ના સ્તરે છે. આ વર્ષ માટે કન્ટેનર કાર્ગો બિઝનેસ 808,000 TEUsના સ્તરે છે;, જ્યારે FY23માં ડ્રાય બલ્ક વોલ્યુમ 2.71મિલી.ના સ્તરે હતા; લિક્વીડ વોલ્યુમ 1.29 મિલી. એમટીના સ્તરે; તેમજ RoRo કેટેગરી હેઠળ  97,000 યુનિટ્સનું સંચાલન કર્યુ હતું. પોર્ટે FY23ના 1921 સામે વર્ષ દરમિયાન 2286 કન્ટેનર ટ્રેઇન્સનું સંચાલન કર્યુ હતું. સંપૂર્ણ વર્ષમાં કન્ટેનર કાર્ગો બિઝનેસ 6% વધીને 808,000 TEUsનો થયો હતો.

APM ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર ગીરીશ અગ્ગરવાલએ ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, અમે RoRo વોલ્યુમ, લિક્વીડ કાર્ગોમાં પણ આકર્ષક વૃદ્ધિ અનુભવી છે અને અમારા ગ્રાહકોની જરૂરિયાતોને અસરકારક રીતે સેવા પૂરી પાડવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યુ છે. આગળ જતા અમે સતત સુધારા તરફે સમર્પિત રહીશું અને APM ટર્મનલ્સ પીપાવાવ ખાતે શ્રેષ્ઠ કક્ષાની સેવાઓ પૂરી પાડીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)