અમદાવાદ, 6 જાન્યુઆરીઃ કેલેન્ડર વર્ષ 2024ના બીજા સપ્તાહમાં રૂ. 1000 કરોડના આઇપીઓ સાથે એન્ટર થઇ રહેલી રાજકોટ, ગુજરાત સ્થિત કંપની જ્યોતિ સીએનસી ખાતું ખોલાવનારી પહેલી કંપની બની રહેશે. 2024માં ન્યૂ-એજ ટેકનોલોજી, OYO, ડિજિટ ઇન્સ્યુરન્સ, ફર્સ્ટ ક્રાયનો પણ સમાવેશ થાય છે. 2024માં આશરે રૂ. 1 લાખ કરોડથી વધુ ફંડ એકત્ર પ્રાઇમરી માર્કેટમાંથી કંપનીઓ એકત્ર કરે તેવી સંભાવના છે. તે પૈકી રૂ. 30000 કરોડના 28 આઇપીઓ સેબીની મંજૂરી મેળવી ચૂક્યા છે. જ્યારે અન્ય 36 કંપનીઓ રૂ. 50000 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરી ચૂકી છે.

MAIN BOARD IPO CALENDAR AT A GLANCE

CompanyOpenClosePrice(Rs)Size(Cr.)LotExchange
Jyoti CNCJan9Jan11315/331100045BSE, NSE

જ્યોતિ સીએનસી ઓટોમેશનઃ  શેરદીઠ રૂ. 315-331ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 1000 કરોડના આઇપીઓ સાથે તા. 9 જાન્યુઆરીએ મૂડીબજારમાં પ્રવેશશે અન તા. 11 જાન્યુઆરીએ આઇપીઓ બંધ થઇ રહ્યો છે. બિન સત્તાવાર પ્રિમિયમ માર્કેટમાં હજી એટલો સળવળાટ નથી. પરતું લિસ્ટિંગ તેમજ મિડિયમ ટર્મ માટે આ આઇપીઓની પસંદગી કરી શકાય તેવી સલાહ પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

એસએમઇ બોર્ડમાં 3 આઇપીઓની એન્ટ્રી

એસએમઇ બોર્ડમાં IBL Finance, Australian Premium Solar, New Swan Multitechના આઇપીઓ મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે.

SME IPO CALENDAR AT A GLANCE

 CompanyOpenCloseLead Man.Price
(Rs)
Size (Cr.)LotExch
Addictive LearningJan 19Jan 23Narnolia Financial130/
140
60.161000NSE
New Swan MultitechJan 11Jan 15Hem Secu.62/
66
33.112000BSE
Australian Premium Jan 11Jan 15Beeline Capital51/
54
28.082000NSE
IBL Fina.Jan9Jan 11Fedex Secu.5133.412000NSE

ગ્રાસીમ સહિત 3 કંપનીઓ રાઇટ્સ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં

તા. 17 જાન્યુઆરીએ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ શેરદીઠ રૂ. 1812ની ઇશ્યૂ પ્રાઇસ અને 6:179ના રાઇટ્સ રેશિયો સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ 29 જાન્યુઆરીએ બંધ થશે. આ ઉપરાંત અન્ય 3 કંપનીઓ પણ જાન્યુઆરી દરમિયાન આવી રહી છે.

RIGHTS ISSUES CALENDARE AT A GLANCE

CompanyOpenCloseRecord DatepriceSize (Cr)Ratio
Genpharma
sec
Jan 22Feb
9
Jan
9
1.7548.451:1
Latim MetalJan 10Jan
29
Jan
2
8.5037.531:2
Ind
Renewable Energy
Jan 18Jan
29
Jan
8
2125.434:1
GrasimJan 17Jan
29
Jan
10
18123999.806:179

મૂથુટ એડલવીસ સહિત ચાર એનસીડી ઇશ્યૂની પણ માર્કેટમાં એન્ટ્રી

તા. 1થી 12 જાન્યુઆરી દરમિયાન ચાર એનસીડી ઇશ્યૂ ખૂલી રહ્યા છે. જેમાં મૂથુટ ફાઇનાન્સ, 360 વન પ્રાઇમ, મૂથુટ ફીનકોર્પ, એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને કોસામટ્ટામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

NCD ISSUES CALENDAR AT A GLANCE

CompanyOpenCloseSize
Base(Cr)
Size
Shelf(Cr)
Muthoot
Finance
Jan8Jan191002600
360 ONE
Prime
Jan11Jan2410001500
Muthoot
Fincorp
Jan12Jan25751100
Edelweiss
Financial
Jan9Jan22125250
Kosamattam
Finance
Jan1Jan12100200

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)