એસુસે AMD Ryzen 7000 શ્રેણીના લેપટોપ સાથે કન્ઝ્યુમર નોટબુક લાઇનઅપનું વિસ્તરણ કર્યું
નવી દિલ્હી, 14 માર્ચ: એસુસે ભારતીય બજાર માટે AMD Ryzen 7000 Series સાથે તેની કન્ઝ્યુમર નોટબુક લાઇનઅપના વિસ્તરણની જાહેરાત કરી છે. યુવા વ્યાવસાયિકો, સાહસિકો અને જીવનશૈલીના ઉત્સાહીઓ માટે ડિઝાઇન કરાયેલ લેપટોપની નવી શ્રેણીમાં VivoBook સિરીઝ અને નવીનતમ VivoBook Go Lineup સાથે ફ્લેગશિપ ZenBook 14 OLED નો સમાવેશ થાય છે. નવી ZenBook 14 OLED ની કિંમત રૂ. 89,990થી શરૂ થાય છે, VivoBook Go 14ની રૂ. 42,990થી, VivoBook Go 15 OLEDની રૂ. 50,990થી અને VivoBook 15X OLEDની કિંમત રૂ. 66,990 થી શરૂ થાય છે. ASUS એ રૂ. 55,990થી શરૂ થતા VivoBook 14/15 OLED અને VivoBook 16 મોડલ્સ સાથે VivoBook ક્લાસિક ફેમિલી પણ રજૂ કરી છે. આ લેપટોપ ઓનલાઈન (ASUS e-shop/ Amazon/ Flipkart) અને ઓફલાઈન (ASUS Exclusive Stores / ROG Stores/ Croma/ Vijay Sales/ Reliance Digital) વેચવામાં આવશે. ZenBook 14 OLED ઉચ્ચ 28W પ્રદર્શન અને 8 કોર સુધીના પ્રોસેસર્સની નવીનતમ AMD Ryzen 7030 શ્રેણી દ્વારા સંચાલિત છે. VivoBook Go લાઇનઅપ AMD ની નવી Ryzen 7020 શ્રેણીના પ્રોસેસર્સ દ્વારા સંચાલિત છે.
લોન્ચ પર ટિપ્પણી કરતાં, આર્નોલ્ડ સુ, બિઝનેસ હેડ, કન્ઝ્યુમર એન્ડ ગેમિંગ PC, સિસ્ટમ બિઝનેસ ગ્રુપ, એસુસ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2023માં ભારતમાં કન્ઝ્યુમર નોટબુક સેગમેન્ટમાં નંબર 1ની પોઝિશનને ટેપ કરવાના ઉદ્દેશ અને વિઝન સાથે અમે તમામ કેટેગરીમાં લેટેસ્ટ ટેક ઇનોવેશન રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પીસી ઉદ્યોગમાં ભારતમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. અમે Zenbook 14 OLED, VivoBook Go Series, અને VivoBook ક્લાસિક ફેમિલીને નવી AMD Ryzen 7000 સિરીઝ સાથે સુધારીને ભારતના બજેટ નોટબુક માર્કેટમાં પરફોર્મન્સ, પોર્ટેબિલિટી અને મૂલ્ય ધરાવતા લેપટોપના અમારા આઇકોનિક લાઇનઅપને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.