અમદાવાદ, 15 નવેમ્બર: ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચ વિસ્તારવા માટે અતુલ ઓટો લિમિટેડની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ તેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત ભારત સરકારની કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગ અંતર્ગત એજીપીએલ એચપીસીએલના વિશાળ એચપી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા તેના અત્યાધુનિક ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ ENERGIE અને ENERGIE2નું માર્કેટિંગ કરશે. એજીપીએલના ENERGIE અને ENERGIE2નું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સની વધતી માગને પૂર્ણ કરવા ડિઝાઇન કરાઇ છે. આ ભાગીદારી હેઠળ એચપીસીએલના ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે તેના ગ્રાહકોને એજીપીએલની ENERGIE અને ENERGIE2નું માર્કેટિંગ અને વેચાણ કરવાની તક રહેશે, જે ઇલેક્ટ્રિક મોબિલિટી અને વૈકલ્પિક સ્વચ્છ ઊર્જા માટેના સરકારના પ્રયાસોને અનુરૂપ છે. એચપીસીએલના સહયોગથી એજીપીએલ એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ દ્વારા શહેરી અને ગ્રામીણ માર્કેટમાં સરળ ઇન્ટિગ્રેશન કરી શકશે, જ્યાં ખર્ચ-કાર્યક્ષમ અને ટકાઉ ટ્રાન્સપોર્ટ મહત્વપૂર્ણ છે.

અતુલ ઓટોના ડાયરેક્ટર ડો. વિજય કેડિયાએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી ટકાઉ ભવિષ્યની દિશામાં અમારી સફરમાં એક મહત્વપૂર્ણ કદમ છે. એજીપીએલ ખાતે અમે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ઇનોવેશનને આગળ ધપાવવા માટે કટીબદ્ધ છીએ તથા એચપીસીએલ સાથેની ભાગીદારી આ વિઝનને પુષ્ટિ આપે છે. આ ભાગીદારી અમારી પ્રોડક્ટની પહોંચને મજબૂત કરવાની સાથે-સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સ્વચ્છ ઊર્જા ઉકેલોને પ્રોત્સાહન આફવાના ભારતના પ્રયાસોને અનુરૂપ છે. અમને વિશ્વાસ છે કે આ સહયોગ અમારા ગ્રાહકોને બેજોડ મૂલ્ય પ્રદાન કરશે તેમજ ગ્રીનર ટ્રાન્સપોર્ટેશન તરફ ભારતની ટ્રાન્ઝિશનમાં અર્થસભર યોગદાન આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)