Auto Expo 2023: ઓટો કંપનીઓ EVમાં 25 હજાર કરોડ રોકશે
નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા Auto Expoમાં ઘણા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ EV સેક્ટરમાં 25 હજાર કરોડથી વધુ રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીઓ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વધતાં વ્યાપ અંગે સજાગ હોવાથી ઝડપથી આ દિશામાં કામ કરી રહી છે. વિશ્વ પ્રદૂષણ મુક્ત અને પેટ્રોલ-ડીઝલ કરતાં વધુ આર્થિક હોવાને કારણે લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઝોક વધી રહ્યો છે.
ઓટો એક્સ્પો 2023 11મી જાન્યુઆરીથી ગ્રેટર નોઈડામાં શરૂ થયો છે જે 18મી જાન્યુઆરી સુધી ચાલશે. ઓટો એક્સપોના પહેલા જ દિવસે મારુતિ, એમજી મોટર્સ, ગ્રીવ્સ કોટન સહિતની ઘણી મોટી કંપનીઓએ તેમના ઇલેક્ટ્રિક વાહનો રજૂ કર્યા છે. આ સાથે, વાહન કંપનીઓએ ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવા માટે મેન્યુફેક્ચરિંગ, બેટરી મેન્યુફેક્ચરિંગ સહિત ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કેટલાક હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે.
મારુતિ EV સેક્ટરમાં 10 હજાર કરોડનું રોકાણ કરશે
મારુતિ સુઝુકી મોટર કોર્પોરેશને ઓટો એક્સ્પો 2023ના પ્રથમ દિવસે તેની પ્રથમ કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક SUV eVX કાર રજૂ કરી છે. કંપની ભારતમાં બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) અને બેટરીના ઉત્પાદન માટે રૂ. 10,000 કરોડનું રોકાણ કરી રહી છે. ગયા અઠવાડિયે, સુઝુકી મોટરે ગુજરાતના હાંસલપુરમાં ગુજરાત EV બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે.
ગ્રીવ્સ કોટન ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમમાં રૂ. 1500 કરોડનું રોકાણ કરશે
ઓટો એક્સ્પો 2023માં, ઓટોમોબાઈલ ઉત્પાદક ગ્રીવ્સ કોટન એ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર રજૂ કર્યા છે. કંપની ભારતના ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમમાં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે.
મહિન્દ્રા ગ્રુપ પૂણેમાં 10 હજાર કરોડનો ઇલેક્ટ્રીક વ્હિકલ પ્લાન્ટ સ્થાપશે
Mahindra & Mahindra Limited મહારાષ્ટ્રના પુણેમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી રહી છે. તે આ પ્લાન્ટ માટે રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે. કંપનીને મહારાષ્ટ્ર સરકારની ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સ્કીમમાંથી ઇલેક્ટ્રિક વાહનોમાં રોકાણ કરવાની મંજૂરી પણ મળી ગઇ છે. આ રકમ મહિન્દ્રાના આગામી બેટરી ઈલેક્ટ્રિક વ્હીકલ (BEV)ના નિર્માણ, વિકાસ અને ઉત્પાદનને વધારવા માટે આગામી 7-8 વર્ષમાં રોકાણ કરવામાં આવશે.
ઓલા ઈ-સ્કૂટર, ઈલેક્ટ્રિક કાર, ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરશે
ઓલા ઈલેક્ટ્રીક્સ તમિલનાડુમાં લગભગ 1500 એકર જમીન અધિગ્રહણ કરી રહી છે. રાજ્ય સરકારે જમીન સંપાદન માટે ઓલાની યોજનાને મંજૂરી આપી દીધી છે. ઓલા ઈલેક્ટ્રીક્સ ઈ-સ્કૂટર સિવાય ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવા રહી છે.