મુંબઈ, 4 નવેમ્બર: ભારતના રિટેલ ધિરાણ બજારે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક દરમિયાન સતત ગ્રોથ જારી રાખ્યો હતો. જેમાં વપરાશ આધારિત માગની આગેવાની હેઠળ ધિરાણની જરૂરિયાત વધી છે. ક્રેડિટ સપ્લાય બીજા ત્રિમાસિકમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકા વધ્યો છે. આ આંકડા જૂન 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક માટે ટ્રાન્સયુનિયન CIBIL ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (CMI)* રિપોર્ટના લેટેસ્ટ એડિશનમાં જારી કરવામાં આવેલા કેટલાક તારણોના આધારે છે.

યુવા લોનધારકો વધ્યા, ન્યૂ ટુ ક્રેડિટ ગ્રાહકો 4 ટકા ઘટ્યા

ખોલવામાં આવેલા નવા એકાઉન્ટ્સનું માપદંડ ઓરિજીનેશન્સ અર્ધ-શહેરી અને ગ્રામીણ ગ્રાહકોમાં વૃદ્ધિ વાર્ષિક 1 ટકાના સુધારા સાથે બીજા ત્રિમાસિકમાં વધ્યો છે. યુવા ગ્રાહકો (18-30 વર્ષ)માં ગ્રોથ સ્થિર રહ્યો, જ્યારે ન્યૂ-ટુ-ક્રેડિટ ગ્રાહકો 4 ટકા ઘટ્યા. ભારતનો પ્રથમ વખત ધિરાણ લેનારાઓની ઓછી સંખ્યા અને મોટાપ્રમાણમાં યુવા વસ્તીને જોતાં ધિરાણને વેગ આપવા બહોળી તકો જોવા મળી રહી છે.

મોટા ભાગની પ્રોડક્ટ્સમાં ક્રેડિટ પર્ફોર્મન્સ સુધર્યું

Q2 2023 દરમિયાન, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનને બાદ કરતાં સમગ્ર પ્રોડક્ટ કેટેગરીમાં એકંદર બેલેન્સ-લેવલ સિરિયસ ડેલિક્વન્સી (90 દિવસ કે તેથી વધુ સમયના બાકી પર)માં સુધારો થયો છે. આ સુધારો સૂચવે છે કે ગ્રાહકો તેમની ક્રેડિટ રિપેમેન્ટ્સ જવાબદારીપૂર્વક ચૂકવી રહ્યા છે.

ઑટો લોન લેનારા લોકોમાં સૌથી ઓછા 0.69% જ ડિફોલ્ટર

આ વર્ષે જૂનના ત્રિમાસિક ગાળામાં રિટેલ લોન લેનારા ગત વર્ષ કરતાં 15% વધ્યા છે પરંતુ ડિફોલ્ટર વધ્યા નથી. ટ્રાન્સયુનિયન સિબિલના ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ) અહેવાલમાં આ આંકડા બહાર આવ્યા છે. ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ રાજેશકુમાર કહે છે કે આ અહેવાલ સ્વસ્થ રિટેલ ક્રેડિટ ગ્રોથની સાથેસાથે આર્થિક સ્થિરતાનો પણ સંકેત છે.

ઑટો લોન લેનારા લોકોમાં સૌથી ઓછા 0.69% જ ડિફોલ્ટર નીકળ્યા જ્યારે ઑટો લોન લેનારો વર્ગ 13% વધ્યો છે. બીજી તરફ પર્સનલ લોન લેનારા લોકોમાંથી માત્ર 0.83% જ ડિફોલ્ટર જાહેર કરાયા છે જ્યારે આવા લોનધારકોની સંખ્યા 12% વધી છે. ગત વર્ષના જૂન ત્રિમાસિક ગાળાની સરખામણીએ ડિફોલ્ટરોનો આંકડો લગભગ સરખો છે.

2023ના જૂન ત્રિમાસિકમાં ઑટો લોન લેનારા 13%, ટૂ-વ્હીલર લોન લેનારા 18%, પ્રોપર્ટી અને પર્સનલ લોન લેનારા 12% તથા કન્ઝ્યુમર લોન લેનારા 20% વધ્યા. જૂન ત્રિમાસિક દરમિયાન સૌથી વધુ 40% લોન એપ્રૂવલ રેટ ટૂ-વ્હીલર માટે રહ્યો.

Q2 2023માં પોર્ટફોલિયોમાં પ્રોડક્ટ આધારિત હિસ્સો

કન્ઝમ્પશન લોન પ્રોડક્ટરિટેલ પોર્ટફોલિયો %માં
50Kથી વધુ પર્સનલ લોન11.6%
50Kથી ઓછી પર્સનલ લોન0.3%
ક્રેડિટ કાર્ડ્સ2.3%
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ0.7%

રૂ. 50,000 કરતાં ઓછી રકમની પર્સનલ લોન ઉદ્યોગ સ્તરે કુલ રિટેલ લોન બુકમાં 0.3% હિસ્સો ધરાવે છે.

સ્મોલ-ટિકિટ પર્સનલ લોન પર બાકી લોનની નજીવી અસર હોવા છતાં તેના પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે.

ગ્રાહકો પર્સનલ લોનની ચૂકવણી કરતાં પહેલા અન્ય ચૂકવણીની જવાબદારીઓને પ્રાથમિકતા આપી શકે છે, જેના લીધે નાણાકીય તણાવ વધે છે.