મુંબઈ, 24 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલફંડે આ વર્ષે થીમેટિક ફંડમાં સૌથી વધુ ફંડ એકત્ર કરતાં એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડમાં રૂ. 3400 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે. 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2023 દરમિયાન યોજાયેલા આ NFOએ ભારતભરના 500થી વધુ સ્થળોએથી વિવિધ રોકાણકારોની મજબૂત ભાગીદારી પ્રાપ્ત કરતાં લગભગ 1.50 લાખ અરજીઓ મેળવી હતી. જેમાં 70 ટકા એપ્લિકેશન્સનો ફ્રેશ ઈનફ્લો જોવા મળ્યો હતો. કુલ અરજીઓમાં લગભગ 20% યોગદાન આપી ફંડ હાઉસ માટે એક નવો માઈલસ્ટોન બનાવ્યો હતો. ફંડ હાઉસ માટે આ પ્રકારનું પ્રથમ ફંડ હતું. જેમાં B30 બજારોના યુનિક ગ્રાહકોનો હિસ્સો લગભગ 44% રહ્યો હતો, જે T30 બજારો સાથે લગભગ સમાન ધોરણે છે.

એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી ગોપકુમારે જણાવ્યું હતું કે, નોંધપાત્ર ~10% અરજદારોએ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ) દ્વારા લાંબા ગાળાના રોકાણ માટે પસંદગી કરી છે. NFOમાં રોકાણ કરનારા લગભગ 30% રોકાણકારો એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં નવા હતા.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)