એનએફઓ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છેNFO 20 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે
ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈFUND લાર્જ-કેપ અને મિડ-કેપ શેરોમાં રોકાણને લક્ષ્ય બનાવે છે

મુંબઈ/પૂણે, 6 ફેબ્રુઆરીઃ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નવું ઈક્વિટી ફંડ ‘બજાજ ફિનસર્વ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે વ્યૂહાત્મક રીતે ‘મોટ ઈન્વેસ્ટિંગ’ દ્વારા રોકાણકારોની સંપત્તિ વધારવા માટે બનાવવામાં આવ્યું છે.  આ ફંડ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ-કેપ અને મિડ-કેપ શેરોમાં રોકાણને લક્ષ્ય બનાવે છે અને લાંબા ગાળાના ટકાઉપણા અને નફાકારકતા સુનિશ્ચિત કરવા માટે ઇકોનોમિક મોટ્સના ખ્યાલ પર ભાર મૂકે છે. બજાજ ફિનસર્વ લાર્જ અને મિડ કેપ ફંડ એસેટ એલોકેશન વ્યૂહરચના નક્કી કરવા માટે ‘ઇકોનોમિક મોટ’ના અનોખા કન્સેપ્ટનો ઉપયોગ કરે છે.

પ્રોડક્ટ લોન્ચ અંગે ટિપ્પણી કરતા બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઈઓ ગણેશ મોહને જણાવ્યું હતું કે આ નવી ઓફરિંગ એ અમારા વ્યૂહાત્મક વિઝન અને માર્કેટ ડાયનેમિક્સ માટેની ઊંડી સમજનો પુરાવો છે. અમે લાર્જ સાઇઝ કંપનીઓ અને ચપળ મીડકેપ કંપનીઓ બંનેમાં વિકાસ સંભાવના લક્ષણોનો લાભ લઈએ છીએ. આ અભિગમથી રોકાણકારો સ્થાપિત મોટી કંપનીઓની તથા ઊભરતી કંપનીઓની ચપળતાથી લાભ મેળવી શકાય છે.

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઆઈઓ નિમેષ ચંદને જણાવ્યુ હતું કે અમે કંપનીઓના બોટમ એનાલિસીસના આધારે તમામ ક્ષેત્રોમાં મજબૂત વ્યવસાયોને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ અને આ રીતે અમારા રોકાણકારો માટે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવીએ છીએ. અમે માનીએ છીએ કે મોટ ઇન્વેસ્ટિંગ એ મજબૂત બિઝનેસ મોડલને ઓળખવા માટે એક મજબૂત ફ્રેમવર્ક છે જે લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફંડમાં ઇક્વિટીનો ભાગ નિમેષ ચંદન અને સૌરભ ગુપ્તા દ્વારા અને ડેટ ભાગ સિદ્ધાર્થ ચૌધરી દ્વારા સંયુક્તપણે મેનેજ કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)