નિફ્ટી સર્વોચ્ચ સ્તરની નજીક પહોંચતા Balanced Advantage ફંડમાં વધારો થયો
મુંબઇ, 10 સપ્ટેમ્બર, 2024: બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સના નેતૃત્વમાં જુલાઇ, 2024માં રૂ. 17,436 કરોડના નેટ ઇનફ્લો સાથે હાઇબ્રિડ સ્કીમમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે, જે માસિક ધોરણે 97 ટકાનો નોંધપાત્ર વધારો સૂચવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ કેટેગરીમાં રૂ. 1,798 કરોડનો નોંધપાત્ર ઇનફ્લો રેકોર્ડ કર્યો છે, જે જૂન 2024ના (રૂ. 644 કરોડ) ઇનફ્લોની તુલનામાં લગભગ ત્રણ ગણો વઘુ છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના ડેટા મૂજબ મુખ્યત્વે નિફ્ટી મકક્મપણે 25,000ના સ્તર તરફ આગળ આગેકૂચ કરી રહી છે ત્યારે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (BAF) કેટેગરીએ ઉચ્ચ વળતરની સામે મૂડી સુરક્ષાને પ્રાથમિકતા આપતા રોકાણકારોને ઇન્ડેક્સના વેલ્યુએશન કેટલાંક અંશે વધુ હોઇ શકે છે.
Tata Asset Management ના CIO રાહુલ સિંઘે જણાવ્યું હતું કે, “બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ માર્કેટની તેજીનો લાભ લેવાની સંભાવના રહે છે તથા માર્કેટમાં કરેક્શન દરમિયાન મૂડીમાં નુકશાન સામે સુરક્ષા પણ આપે છે. આ પ્રકારે બજારમાં પીછેહઠ દરમિયાન બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની એનએવી ઘટી જાય છે કારણકે ફંડને ડેટમાં શિફ્ટ કરીને હેજિંગ કરવામાં આવે છે. અને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ નીચા જોખમ સાથે મધ્યમ વળતર ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ છે.”
ટાટા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે છેલ્લાં ચાર મહિના (એપ્રિલથી જુલાઇ 2024) દરમિયાન રૂ. 1,340 કરોડ પ્રાપ્ત કર્યાં છે તથા જુલાઇ 2024માં રૂ. 542 કરોડ મેળવ્યાં છે, જે અગાઉના ત્રણ મહિનાની સરેરાશ કરતાં વધુ છે. હાલમાં ફંડની કુલ ઇક્વિટી ફાળવણી આશરે 46 ટકા છે. ટાટા બેલેન્સ્ડ એડવાન્ટેડ ફંડ (બીએએફ)એ ડાયનેમિક એસેટ એલોકેશન વ્યૂહરચના સાથે માર્કેટની વિવિધ પરિસ્થિતિઓમાં ડેટ અને ઇક્વિટી વચ્ચેનું એક્સપોઝર સંતુલિત કર્યું છે.
ટાટા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે તેની શરૂઆતથી 13.64 ટકા રિટર્ન આપ્યું છે તથા છેલ્લાં એક વર્ષમાં 21 ટકા રિટર્ન મેળવ્યું છે. 31 જુલાઇ, 2024 સુધીમાં ફંડની એયુએમ રૂ. 10,000 કરોડને પાર કરી ગઇ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)