બેન્કેક્સમાં બૂમ- બૂમ ઓલટાઇમ હાઇઃ સેન્સેક્સ વધુ +92
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત બીજાં દિવસે જોવા મળેલી રાહત રેલીની આગેવાની બેન્કેક્સ અને બેન્ક શેર્સે લીધી હતી. બેન્કેક્સ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 48969.67 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા બાદ છેલ્લે 0.67 ટકાના સુધારા સાથે 48827.25 પોઇન્ટની ઊંચી સપાટીએ રહ્યો હતો. બીજી તરફ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ફરી પોઝિટિવ થવા સાથે સેન્સેક્સ 91.62 પોઇન્ટના સુધારા સાથે 61510.58 પોઇન્ટ અને નિફ્ટી- 50 23.05 પોઇન્ટના સુધારા સાથે 18267.25 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા.
અન્ય સેક્ટરોલ્સ તેમજ સ્ક્રીપ્સમાં સ્ટો સ્પેસિફિક ટ્રેડિંગ સ્ટ્રેટેજી જોવા મળી હતી. મોટાભાગના સેક્ટોરલ્સમાં એક ટકાથી નીચેની વધઘટ રહી હતી.
વિદેશી સંસ્થાઓની વેચવાલી
વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 789.86 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓનો રૂ. 413.75 કરોડની ખરીદીનો ટેકો રહ્યો હતો.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ ટોન સાવચેતીનો
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
સેન્સેક્સ | 30 | +14 | -16 |
બીએસઇ | 3627 | +1804 | -1691 |
નિફ્ટી માટે 18300ની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ
નિફ્ટી-50 માટે 18300 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ ગણાવતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ એવી સલાહ આપી રહ્યા છે કે, માર્કેટમાં વોલેટિલિટી સાથે નિફ્ટની રેન્જ 18165- 18350 પોઇન્ટની વચ્ચે રહી શકે છે. હાલમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ હાથવગો રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી હિતાવહ રહેશે.
BSE TOP 5 GAINERS
Security | LTP (₹) | Change | % Ch. |
RHIM | 796.10 | +92.05 | +13.07 |
RCF | 116.40 | +12.15 | +11.65 |
NBCC | 41.65 | +3.95 | +10.48 |
RVNL | 63.70 | +5.75 | +9.92 |
NFL | 56.45 | +4.95 | +9.61 |
BSE TOP 5 LOSERS
Security | LTP (₹) | Change | % Change |
OLECTRA | 469.10 | -39.70 | -7.80 |
PAYTM | 452.30 | -24.80 | -5.20 |
UCOBANK | 20.01 | -0.94 | -4.49 |
SCHAEFFLER | 2,935.35 | -114.85 | -3.77 |
PAISALO | 80.05 | -3.00 | -3.61 |