બ્રોકરેજભલામણટાર્ગેટ
જેફરીઝખરીદો 4615
યુએસબીખરીદી4600
નુવામાખરીદો4800
સિટીવેચો3645

અમદાવાદ, 12 જુલાઇઃ TCS એ જાહેર કરેલા Q1 FY25 પરીણામ અનુસાર રૂ. 12,040 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના ક્વાર્ટર કરતાં 3 ટકાથી વધુનો ઘટાડો હતો. કામગીરીમાંથી આવક 2.2 ટકા વધીને ક્વાર્ટર-ટૂ-ક્વાર્ટર રૂ. 62,613 કરોડ થઈ છે. અગ્રણી  બ્રોકરેજ ફર્મ્સના અંદાજ મુજબ, TCSની આવક ત્રિમાસિક ગાળામાં 1.6 ટકા વધીને રૂ. 62,190 કરોડ થવાની ધારણા હતી, જેમાં ચોખ્ખો નફો ક્રમશઃ 3.5 ટકા ઘટીને રૂ. 11,999 કરોડ થવાની ધારણા હતી. અગ્રણી બ્રોકરેજ હાઉસ જેવા કે,  જેફરીઝ, નોમુરા અને નુવામાએ તેમના રેટિંગ અને લક્ષ્ય કિંમતોમાં સુધારો કર્યો છે.

બ્રોકરેજ ફર્મ નોમુરાએ TCS શેર્સ પર ‘તટસ્થ’ વલણ અપનાવ્યું. નુવામાએ TCS પર તેના બાય કૉલને જાળવી રાખવા સાથે લક્ષ્યાંક  રૂ. 4,560થી વધારીને રૂ. 4,800 કર્યો. છે. બ્રોકરેજ ફર્મ Q1 પરિણામોને ટર્નઅરાઉન્ડ વર્ષ તરીકે ઓળખે છે તેની નક્કર શરૂઆત તરીકે જુએ છે. સિટીએ TCS પર રૂ. 3,645ના લક્ષ્ય સાથે સેલ રેટિંગ જાળવી રાખ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)