બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ વાડા ખાતે 625 કિલોવોટ રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપશે
સુરત, 18 એપ્રિલ: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા પ્લાન્ટ ખાતે 625 કિલોવોટનો રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. કંપની આ પહેલ માટે લગભગ રૂ. 2.5 કરોડનું રોકાણ કરશે જે શક્ય એટલી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ્સ રાખવા માટેની પ્રતિબદ્ધતા સાથે પુનઃવપરાશી ઊર્જા સોલ્યુશન્સ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા માટેના કંપનીના સમર્પણને દર્શાવે છે.
કંપનીએ ગુજરાતમાં તેના ઉમરગામ યુનિટ ખાતે 450 કિલોવોટ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ સફળતાપૂર્વક પૂરો કર્યો છે અને કપડવંજ યુનિટમાં વધુ એક રૂફટોપ સોલર પ્લાન્ટ ઊભો કરવાની પ્રક્રિયામાં છે. કંપની તેની વીજ જરૂરિયાતના લગભગ 33 ટકા જેટલી વીજળી પુનઃવપરાશી ગ્રીન એનર્જી એટલે કે સોલર પાવરથી મેળવશે.
બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે કંપનીના વિઝનમાં મધ્યમથી લાંબા ગાળે તેની કામગીરીઓમાં પરિવર્તન લાવી કાર્બન ન્યૂટ્રાલિટી મેળવવાનો તથા તેની એન્વાયર્મેન્ટલ ફૂટપ્રિન્ટ્સ વધારવાનો સમાવેશ થાય છે. રૂફટોપ સોલર પેનલ્સ સ્થાપવી એ સ્વ-ટકાઉપણા હાંસલ કરવા અને ઇકો-ફ્રેન્ડલી સંસ્થાકીય સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા તરફનું એક મહત્વનું પગલું છે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે પર્યાવરણને સાનુકૂળ હોય તેવા તથા ટકાઉ બિલ્ડિંગ સોલ્યુશન્સ રજૂ કરવાના અમારા વિઝન સાથે અમે અમારા તમામ પ્લાન્ટ્સમાં રૂફટોપ સોલર પાવર સિસ્ટમ્સ ઊભી કરવા માટે ઇચ્છુક છીએ.
2015માં સ્થપાયેલી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એ ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (એએસી) બ્લોક સ્પેસમાં સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે જે વર્ષે 8.25 લાખ ક્યુબિક મીટરની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. કંપનીના ઉત્પાદન એકમો ગુજરાતમાં ઉમરગાંવ (વાપી) અને કપડવંજ (અમદાવાદ) તથા મહારાષ્ટ્રમાં વાડા (પાલઘર) ખાતે આવેલા છે. તે એએસી ઉદ્યોગમાં જૂજ કંપનીઓ પૈકીની એક છે જે કાર્બન ક્રેડિટ્સ જનરેટ કરે છે.
તમામ ચાલી રહેલા વિસ્તરણ પૂરા થયા પછી કંપનીની કુલ ક્ષમતા વર્ષે 13.75 લાખ ક્યુબિક મીટરની થઈ જશે અને કંપની દેશમાં સૌથી મોટી કંપનીઓ પૈકીની એક બનશે. કંપની આ વિસ્તરણની કામગીરી પછી દર વર્ષે લગભગ 2.75 લાખ કાર્બન ક્રેડિટ્સ પણ જનરેટ કરવાની સંભાવના ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)