બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલનું 2023-24માં રૂ.2000 કરોડના GMVનું લક્ષ્યાંક
અમદાવાદ, 25 ઓક્ટોબર : હાઉસ ઑફ ફેશન બ્રાન્ડ્સ ‘બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલ’એ નાણાકીય વર્ષ 2024માં રૂ. 2,000 કરોડની ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યૂ (જીએમવી) હાંસલ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. આ અગાઉના નાણાકીય વર્ષમાં બ્રાન્ડ સ્ટુડિયોએ રૂ. 1320 કરોડની જીએમવી હાંસલ કરી હતી. હાઈલેન્ડર, ટોક્યો ટૉકિઝ, વિશુદ્ધ, લોકોમોટિવ અને કેચ જેવી યુવાનોલક્ષી લોકપ્રિય ફાસ્ટ ફેશન બ્રાન્ડ્સ ધરાવતી ટેકનોલોજીથી સજ્જ, નિપુણ ફેશન વ્યવસાય કંપની તરીકેની તેની ઓળખને કારણે આ એક મહત્વકાંક્ષી લક્ષ્ય માનવામાં આવી રહ્યું છે. કંપની રૂ. 1900 કરોડના એન્યુઅલ રન રેટ (એઆરઆર) ધરાવતી પ્રમુખ બ્રાન્ડ્સની સાથે તેના આ લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં અગ્રેસર છે.
વર્ષ 2015માં સંચાલન શરૂ કરનાર બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલે છેલ્લાં 8 વર્ષમાં 38%નો કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) દર્શાવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં કંપની તેની વર્તમાન ચેનલો અને કેટેગરીઓમાંથી 30%+ના સાલ-દર-સાલ ગ્રોથ રેટની તથા બિઝનેસની નવી પહેલમાંથી વધારાની વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે.
બેંગ્લુરુમાં વડુંમથક ધરાવતી આ કંપનીએ બેંગ્લોર અને દિલ્હીમાં તેની ઑફિસો બનાવી છે, તેની સૉર્સિંગ ઑફિસ બાંગ્લાદેશમાં આવેલી છે તથા તે વૈશ્વિક સૉર્સિંગ નેટવર્ક પણ ધરાવે છે. બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલની આવકનો 90 ટકા હિસ્સો અગ્રણી ઓનલાઇન માર્કેટપ્લેસમાંથી આવે છે અને બાકીની 10 ટકા આવક ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (ડીટુસી) ઇનિશિયેટિવ Getketch.com અને કેચ એપ તથા ઑફલાઇન શૉપ-ઇન-શૉપ ફોર્મેટ્સમાંથી આવે છે.
વર્ષ 2021માં લૉન્ચ કરવામાં આવેલ Getketch.com 23 લાખથી વધારે ગ્રાહકો, 10 લાખ એપ ડાઉનલૉડ ધરાવે છે તથા ગ્રાહકોને ફેશનનો એક અલાયદો અનુભવ પૂરો પાડે છે. Getketch.com માત્ર બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલ પોર્ટફોલિયો પાસેથી તેની તમામ બ્રાન્ડ્સ મેળવે છે. કંપનીનું લક્ષ્ય તેના ડી2સી બિઝનેસોમાંથી રૂ. 150 કરોડનું જીએમવી પ્રાપ્ત કરવાનું હોવાનું બ્રાન્ડ સ્ટુડિયોઝ લાઇફસ્ટાઇલ પ્રા. લિ.ના સીઇઓ શ્યામ પ્રસાદ જણાવે છે. દર મહિને 800 નવી સ્ટાઇલ્સને રજૂ કરી રહ્યાં છીએ. અમારું લક્ષ્ય આગામી 12 મહિનાની અંદર આ સંખ્યાને 2,000થી વધારે વિકલ્પો સુધી લઈ જવાનો છે. ઑર્ડરોનો અમારો દૈનિક પ્રોસેસિંગ દર હવે લગભગ 80,000 યુનિટે પહોંચી ગયો છે. અમે દેશના 300 સૉર્સિંગ વેન્ડરો સાથે સહયોગ સાધ્યો છે, જેમની સંયુક્ત ક્ષમતા પ્રતિ માસ 25 લાખ યુનિટ થવા જાય છે. અમારી યોજના આગામી 18 મહિનામાં આ ક્ષમતાને માસિક 35 લાખ યુનિટ સુધી વિસ્તારવાની છે.