અમદાવાદ, 2 જુલાઇઃ સળંગ સુધારાની ચાલને બ્રેક વાગવા સાથે મંગળવારે માર્કેટ રેન્જબાઉન્ડ અને સાંકડી વધઘટ સાથે સમાપ્ત થયું હતું. જોકે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન NIFTYએ 24200ની સપાટી ક્રોસ કરી હતી. પરંતુ ટકાવી શક્યો નહોતો. SENSEX 34.74 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 79,441.45 પર અને NIFTY 18.2 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટીને 24,123.80 પર હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE SENSEX અને NIFTY 50 અનુક્રમે 79,855.87 અને 24,236.35ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે NIFTY મિડકેપ 100 ઇન્ડેક્સ દિવસ દરમિયાન 56,504.5ની તાજી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ 0.8 ટકા ઘટીને 55,854.7 પર બંધ થયો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો.

NIFTYમાં સૌથી વધુ સુધર્યાNIFTYમાં સૌથી વધુ ઘટ્યા
L&T, વિપ્રો, ઇન્ફોસિસ, HDFC બેન્ક અને TCSશ્રીરામ ફાઇ., ભારતી, કોટક બેન્ક, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ

સેક્ટોરલ મોરચે, કેપિટલ ગુડ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ 0.3-1 ટકા વધ્યા છે, જ્યારે બેન્ક, ઓટો, એફએમસીજી, પાવર 0.3-0.9 ટકા ઘટ્યા છે.

350થી વધુ શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા

BSE પર 350 થી વધુ શેરો તેમની 52-સપ્તાહની ટોચે પહોંચ્યા, જેમાં સોલર ઇન્ડસ્ટ્રીઝ, 3m ઇન્ડિયા, દીપક નાઇટ્રાઇટ, સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓઇલ ઇન્ડિયા, UNO મિંડા, ACC, પેટ્રોનેટ LNG, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટેક મહિન્દ્રા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ વગેરે

ટેકનિકલી ઓવરબોટ માર્કેટમાં તેજી થોડો થાક ખાય તે જરૂરી

નવી ઊંચાઈએ ડેઇલી ચાર્ટ પર એક નેગેટિવ કેન્ડલસ્ટીક રચાઈ હતી, જે બજારમાં નિસ્તેજ પ્રકારની હલચલનો સંકેત આપે છે. આ પેટર્ન પણ નવી ઊંચાઈએ બજારમાં થાકનો સંકેત આપે છે. NIFTYનો એકંદર ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે. હાયર હાઇ અને બોટમ્સની બુલિશ પેટર્ન મુજબ, અહીંથી વધુ કોન્સોલિડેશન અથવા મામૂલી ઘટાડો એ ખરીદીની તક હોઈ શકે છે. લાંબા ગાળાના ચાર્ટ મુજબ NIFTY મજબૂત રહે છે અને કોન્સોલિડેશન ચળવળ પછી ટૂંક સમયમાં જ અપસાઇડ મોમેન્ટમ ફરી શરૂ થવાની અપેક્ષા રાખી શકાય છે. તાત્કાલિક સપોર્ટ 23980 પર છે. આગામી અપસાઇડ પ્રતિકાર 24400 ની આસપાસ જોવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)