બજેટ 2024 રિએક્શનઃ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતી જોગવાઈ
હું વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. બજેટ વૃદ્ધિ, કલ્યાણવાદ અને રાજકોષીય મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથેસાથે નીતિઓ અને કરવેરાને ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરે છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. આ જ સમયે, બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે એકંદરે આર્થિક વૃદ્ધિ માટે સારો સંકેત આપે છે અને તેના લીધે આપણે અનિશ્ચિતતાઓથી ભરેલા વિશ્વમાં સારી સ્થિતિમાં રહીએ છીએ. 5.8%ના સ્તરે નાણાંકીય વર્ષ 2023-24 માટે સુધારેલી રાજકોષીય ખાધ એ બજેટના અંદાજથી 10 બેસિસ પોઇન્ટ્સનો સુધારો દર્શાવે છે. રાજકોષીય કન્સોલિડેશન સતત કેન્દ્રસ્થાને રહ્યું છે. નાણાંકીય વર્ષ 2024-25 માટે રાજકોષીય ખાધ ઘટીને 5.1% થઈ છે, જે અપેક્ષાઓ કરતા વધુ સારી છે અને નાણાંકીય વર્ષ 2025-26 સુધીમાં 4.5% કરતાં ઓછી રાખવાના લક્ષ્ય અંગે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કેપેક્સ આઉટલે 16.9% વધીને રૂ. 11.11 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે જીડીપીના 3.4% જેટલો છે જે 26 વર્ષમાં સૌથી વધુ છે અને તેમાં રસ્તાઓ, પરિવહન અને રેલવે પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં 27%નો સીએજીઆર સૂચવે છે. ખર્ચની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. મૂડી ખર્ચ હવે કુલ ખર્ચના 23.3% જેટલો છે જે 30 વર્ષમાં સૌથી વધુ છે.
ગરીબો અને જરૂરિયાતમંદો માટે પાવર, હેલ્થ, હાઉસિંગ, રાંધણ ગેસ અને નાણાંકીય સમાવેશને આવરી લેવાને લીધે આજે સામાજિક સુરક્ષા માળખું યોગ્ય સ્થિતિમાં છે. એકંદરે, આ બજારો માટે સકારાત્મક બજેટ છે, જેમાં વૃદ્ધિ, સમજદારી અને પારદર્શિતા પર સતત ધ્યાન આપવામાં આવ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)