Byju’s રાઈટ્સ ઈશ્યૂ મારફત 1663 કરોડ એકત્ર કરશે, 29 જાન્યુઆરીએ ઈશ્યૂ ખૂલશે
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડના બોર્ડે વર્તમાન રોકાણકારો પાસેથી $200 મિલિયન (રૂ. 1663 કરોડ) એકત્ર કરવા રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી છે, જે 29 જાન્યુઆરીથી શરૂ થશે અને આગામી 30 દિવસ સુધી માન્ય રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર. આ ઇશ્યૂ $225 મિલિયનના પોસ્ટ-મની વેલ્યુએશન પર થશે, જે કંપનીના છેલ્લા ફંડિંગ રાઉન્ડ કરતાં 99 ટકા ઓછી રકમ છે. કંપનીને અપેક્ષા છે કે ફાઉન્ડર બાયજુ રવીન્દ્રન સહિત મોટાભાગના વર્તમાન રોકાણકારો રાઉન્ડમાં ભાગ લેશે. સબ્સ્ક્રિપ્શનની કિંમત ન્યૂનતમ રાખવામાં આવી છે જેથી તમામ વર્તમાન રોકાણકારો ભાગ લઈ લાભ મેળવી શકે.
કંપની પોતાના વર્તમાન રોકાણકારોને રોકાણ માટે આકર્ષવા વાજબી માર્કેટ વેલ્યૂ કરતાં નીચા ભાવે રાઈટ્સ ઈશ્યૂ ઓફર કરી રહી છે. ઉલ્લેખનીય છે, કંપનીએ થોડા સમય પહેલાં જ નાદારીના નિયમો હેઠળ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. એડટેક કંપની ગંભીર રોકડની તંગીનો સામનો કરી રહી છે, એવા સમયે ફાઉન્ડર અને CEO બાયજુ રવીન્દ્રને હજારો કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તેમના મકાનો ગીરવે મૂક્યા હોવાના અહેવાલો હોવા છતાં, ધિરાણકર્તાઓ અને વિક્રેતાઓએ લેણાંની ચૂકવણી માટે દબાણ કરતાં કંપનીએ નાદારી નોંધાવા અરજી કરી હતી.
29 જાન્યુઆરીએ શેરધારકોને મોકલવામાં આવેલા પત્રમાં, રવિન્દ્રને રાઇટ્સ ઇશ્યૂ મિકેનિઝમ દ્વારા મૂડી એકત્ર કરવાના બોર્ડના નિર્ણય વિશે જાણ કરી હતી. સૂત્રના જણાવ્યા અનુસાર, બાયજુએ તેના મુખ્ય વ્યવસાયનો માસિક બર્ન રેટ ઘટાડીને રૂ. 50 કરોડ કર્યો છે અને આગામી 2-3 મહિનામાં ઓપરેશનલ બ્રેક-ઇવન હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વધુમાં, કંપની FY23 ઓડિટ પૂર્ણ કર્યા પછી બોર્ડનું પુનર્ગઠન કરવાની યોજના ધરાવે છે.
બાયજૂસ ઈન્ડિયાના સીએફઓ નિતિન ગોલાણીએ કંપની પોતાના અમુક રોકાણકારો પાસેથી આકર્ષક વેલ્યૂએશન ઓફર કરવાની યોજના ધરાવે છે. છેલ્લા એક વર્ષમાં બાયજુસના રોકાણકારો દ્વારા વેલ્યૂએશન ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું.