અમદાવાદ, 20 એપ્રિલ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા ઉત્પાદન એકમને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(USFDA)ની મંજૂરી મળી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડો.રાજીવ આઈ મોદીએ જણાવ્યું કે, ધોળકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીએ USFDA ઓડિટમાં શૂન્ય 483 અવલોકનો પાસ કર્યા, જે દર્શાવે છે કે તે USFDA અમલમાં મુકેલા કરન્ટ ગુડ મેન્યુફેકચરીંગ પ્રણાલી (cGMP)ના નિયમનને અનુસરે છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અમદાવાદમાં આવેલી ભારતની અગ્રણી સુસંકલિત પ્રાઈવેટલી હેલ્ડ  ફાર્માસ્યુટિકલ્સ કંપની છે. કંપની ભારતમાં વિવિધ પ્રોડકટ વિકસાવે છે અને તેનુ ઉત્પાદન કરે છે તેમજ  100થી વધુ દેશમાં તેનુ વેચાણ કરે છે. બાયોટેકનોલોજી, એપીઆઈ ફોર્મ્યુલેશન્સ હોય કે પ્લાન્ટ ટીસ્યુકલ્ચર કે પછી પાયથોકેમીસ્ટ્રી  તે દરેક ક્ષેત્રમાં સંશોધનને ઉચ્ચ અગ્રતા આપે છે અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ, કાર્ડીયોલોજી, પ્લુમોનરી, ઓન્કોલોજી, ગાયનેકોલોજી કાર્ડિયોવસ્ક્યુલર ડાઆબીટોલોજી, અને ઓસ્ટીયોલોજી વિવિધ થેરાપેટીક ક્ષેત્રોમાં ઈનોવેટ કરતી રહે છે.