અમદાવાદ, 20 એપ્રિલ: ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ (CIFCL)એ રૂ. 5000 કરોડ (“ટ્રાન્ચ 1 ઈસ્યુ”)ની શેલ્ફ લિમિટની અંદર હોય તેવી કુલ રૂ. 1,000 કરોડ સુધીના એવા કોઈપણ રૂ. 500 કરોડ સુધીના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે રૂ. 500 કરોડના ઈસ્યુ બેઝ ઈસ્યુ સાઈઝ સાથે પ્રત્યેક દીઠ રૂ. 1,000ના ફેસ વેલ્યુના સીક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડીમેબલ (“NCD”)ના તેના પ્રથમ જાહેર ભરણાંની જાહેરાત કરી છે.  આ ટ્રાન્ચ 1 ઈસ્યુ સેબી એનસીએસ રેગ્યુલેશન્સ સાથેના પાલનમાં વહેલી સમાપ્તીના વિકલ્પ સાથે મંગળવાર, 25મી એપ્રિલ, 2023ના રોજ ખુલશે અને મંગળવાર, 9 મે, 2023ના રોજ બંધ થશે.

લિસ્ટિંગ ક્યાં થશેઃ આ એનએસડી એ બીએસઈ અને એનએસઈ (બીએસઈ સાથે મળીને “એનએસઈ”, “સ્ટોક એક્સચેંજ”) ખાતે લિસ્ટેડ થવા માટે સૂચિત છે. એનએસઈ ટ્રાન્ચ 1 ઈસ્યુ માટે નિર્ધારીત સ્ટોક એક્સચેંજ રહેશે.

ઇશ્યૂને મળેલ રેટિંગ્સઃ ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા એનએસડીને “આઈએનડી એએ+/સ્ટેબલ”અને આઈસીઆરએ લિમિટેડ દ્વારા “[આઈસીઆરએ]એએ+ (સ્ટેબલ)” રેટ કરવામાં આવેલ છે.

ટ્રાન્ચ 1 ઈસ્યુ, વાર્ષિક 8.25% થી વાર્ષિક 8.40% સુધીના કૂપન રેટ ધરાવશે

Mr. Arul Selvan D, President Cholamandalam Investment and Finance

ટ્રાન્ચ 1 ઈસ્યુ, વાર્ષિક 8.25% થી વાર્ષિક 8.40% સુધીના કૂપન રેટ સાથે સબસ્ક્રિપ્શન માટે એનએસડીની વિવિધ શ્રેણીઓ ઓફર કરે છે. લઘુત્તમ એપ્લિકેશન સાઈઝ રૂ. 10,000 (એટલે કે 10 એનએસડી)ની રહેશે અને ત્યારપછી તેના રૂ. 1,000 (એટલે કે 1 NCD)ના ગુણાંકમાં રહેશે. સીરીઝ 1, 2, 3, 4, 5 અને 6ના વાર્ષિક અને સંચિત ચુકવણી વિકલ્પો સાથે 22 મહિના, 37 મહિના અને 60 મહિનાના મેચ્યોરિટી/ ટેન્યોર વિકલ્પો સાથે ટ્રાન્ચ 1 ઈસ્યુ ઓફર કરવામાં આવે છે. રોકાણકારોના તમામ વર્ગોમાં NCD ધારકો માટે અસરકારક ઉપજ (વાર્ષિક) 8.25% થી 8.40% છે.  NCD માટે વ્યાજની ચુકવણીની રીતો રોકાણકારો દ્વારા પસંદ કરાયેલા વિવિધ મોડ દ્વારા થાય છે. સંચિત કૂપન ચુકવણી વિકલ્પ હેઠળ રોકાણકારોની તમામ શ્રેણીઓમાં NCDધારકો માટે પાકતી મુદત પર રિડેમ્પશનની રકમ વિવિધ મુદતમાં NCDદીઠ રૂ.1,156.64 થી રૂ.1,497.40 સુધીની છે.

ઇશ્યૂ મારફત એક ભંડોળનો ઉપયોગ કેવી રીતે થશે

ટ્રાન્ચ 1ઈસ્યુની ચોખ્ખી આવકમાંથી, ટ્રાન્ચ 1ઇસ્યુના ખર્ચને પહોંચી વળ્યા પછી, ઓછામાં ઓછા 75%નો ઉપયોગ આગળના ધિરાણ, ઋણ અને વિદ્યમાન ઋણના વ્યાજ અને મુદ્દલની ચુકવણી માટે કરવામાં આવશે અને 25% કંપનીના સામાન્ય હેતુઓ માટે કરવામાં આવશે.

ઇશ્યૂના લીડ મેનેજર્સઃ એ. કે.કેપિટલ સર્વિસીસ લિમિટેડ ઈસ્યુના લીડ મેનેજર છે.

ડિબેન્ચર ટ્રસ્ટીઃ આઈડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસિસ લિમિટેડ ઈસ્યુ માટે ડિબેન્ચર ટ્રસ્ટી છે

ઇશ્યૂ રજિસ્ટ્રારઃ KFinટેક્નૉલૉજીસ લિમિટેડ ટ્રાન્ચ 1ઇસ્યુના રજિસ્ટ્રાર છે.