મેટાના એક્સલરેટર પ્રોગ્રામ હેઠળ 10 XR ટેક સ્ટાર્ટઅપ્સને GUSEC  સહયોગ પૂરો પાડશે

અમદાવાદઃ મેટા અને મેઈટી સ્ટાર્ટઅપ હબના “XR Startup Program” ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનિયોર્શીપ કાઉન્સીલ (GUSEC) એકસટેન્ડેડ રિયાલિટી (XR) ટેકનોલોજીસ સાથે કામ કરીને 10 સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડશે. XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તે XR (ઑગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને મિક્સ્ડ રિયાલિટી) ટેકનોલોજી સાથે કામ કરીને સ્ટાર્ટઅપ્સની ઓળખ અને સંવર્ધન કરે. મેટા અને મેઈટી સ્ટાર્ટઅપ હબ દ્વારા ગયા અઠવાડિયે શરૂ કરાયેલ આ પ્રોગ્રામમાં એક્સલરેટર પ્રોગ્રામ અને ગ્રાન્ડ ચેલેન્જીસનો સમાવેશ કરાયો છે. GUSEC  સમાવેશ એક્સલરેટર પ્રોગ્રામના ઈમ્પ્લીમેન્ટેશન પાર્ટનરમાંના એક તરીકે કરવામાં આવ્યો છે અને તે વેસ્ટર્ન ઈન્ડિયા રિજીયન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમ ગયા સપ્તાહે નવી દિલ્હીમાં લોન્ચ કરાયો હતો. GUSEC  ગ્રુપ સીઈઓ રાહુલ ભાગચંદાની જણાવે છે કે GUSEC  XR ટેકનોલોજી સાથે કામ કરીને 6 માસના એક્સલરેટર પ્રોગ્રામ હેઠળ 10 સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડીશું, જેમાં દરેકને રૂ.20 લાખની ગ્રાન્ટ તથા ઉદ્યોગ નિષ્ણાંતોની મેન્ટરશીપ તેમજ સક્ષમ સ્ટ્રેટેજીક પાર્ટનર્સ અને ઈન્વેસ્ટર્સ, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉદ્યોગના સમારંભોમાં સામેલ થઈને રજૂઆતની તકનો સમાવેશ થાય છે. શરૂઆતમાં અમે 20 ઈનોવેટર્સની યાદી શોર્ટલીસ્ટ કરી છે અને તે બૂટ (BOOT) કેમ્પમાં હાજરી આપશે અને તેમને રૂ.50,000ની શોર્ટલીસ્ટ ગ્રાન્ટ આપવામાં આવશે. આમાંથી 4 ઈનોવેટર્સમાંથી દરેક ઈનોવેટર્સને રૂ.20 લાખની ગ્રાન્ટ આપીને તેમને મિનિમમ વાયેબલ પ્રોડક્ટ (એમવીપી)/ પ્રોટોટાઈપ વિકસાવવામાં સહાય થશે. એક્સીલરેટર પ્રોગ્રામ માટેની અરજીઓ તા.13 ઓક્ટોબર સુધી કરી શકાશે અને ગ્રાન્ડ ચેલેન્જ માટે 13 ઓક્ટોબર સુધી  gusec.edu.in/xr ને અરજી કરી શકાશે.

TVS Jupiterએ નવું TVS Jupiter Classic પ્રસ્તુત કર્યું

હોસુર: ટીવીએસ મોટર કંપનીએ નવું TVS Jupiter Classic પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. TVS Jupiterની આ સેલિબ્રેટરી એડિશન “ફાસ્ટેસ્ટ ફાઇવ મિલિયન વ્હિકલ્સ ઓન રોડ” (રોડ પર સૌથી વધુ ઝડપી પાંચ મિલિયન વાહનો)નું સીમાચિહ્ન કર્યું છે. TVS Jupiter Classic અદ્યતન, એલ્યુમિનિયમ, લૉ-ફ્રિક્શન 110 સીસી એન્જિનથી સંચાલિત અને મેટ બોડીથી બનેલું છે. સ્કૂટર ટીવીએસ મોટરના પેટન્ટ ધરાવતું ઇકોમીટર ધરાવે છે, જે ‘ઇકો મોડ’ અને ‘પાવર મોડ’ એમ બંનેમાં સવારને માર્ગદર્શન આપે છે તથા એન્જિન ‘ઇકો મોડ’માં શ્રેષ્ઠ ઇંધણક્ષમતા આપે છે. TVS Jupiter Classic ડિસ્ક બ્રેક્સ સાથે શ્રેષ્ઠ ખાસિયતોમાં કિંમત રૂ. 85,866/- (એક્સ-શોરૂમ, દિલ્હી) સાથે પ્રસ્તુત થશે.

એક્સિસ બેંકે એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક મારફતે ડિજિટલ ધિરાણની શરૂઆત કરી

મુંબઈ: એક્સિસ બેંકે એકાઉન્ટ એગ્રીગેટર (AA) ફ્રેમવર્ક મારફતે ધિરાણ કરવાની શરૂઆત કરી છે. બેંક એકાઉન્ટ એગ્રીગેટરની સફર મારફતે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ, ઓટો લોન અને નાનાં વ્યવસાયોને લોન આપે છે. આ વર્તમાન અને નવા ગ્રાહકો એમ બંનેને તાત્કાલિક લોન આપે છે, જે સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ છે. એક્સિસ બેંક અનુમતી- AA, વનમની- AA, ફિનવિયુ- AA જેવા વિવિધ એકાઉન્ટ એગ્રીગેટર ધરાવે છે, જે રિટેલ અને એસએમઇ ગ્રાહકોને આવરી લે છે. એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક લાઇવ થયા પછી અત્યાર સુધી બેંકની લોનની વહેંચણી માસિક ધોરણે 30 ટકાથી વધારે વધી છે.

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ મોટા વ્યાસની ટ્યુબ મિલ માટે ક્ષમતા વિસ્તરણ કરશે

ધાણેટી: સ્ટેનલેસ પાઈપ અને ટ્યુબના ઉત્પાદક વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિ.એ સ્ટેનલેસ સ્ટીલ વેલ્ડેડ પાઈપો બનાવવા માટે મોટા વ્યાસની ટ્યુબ મિલ માટે રૂ. ૫૦ કરોડનો ક્ષમતા વિસ્તરણ કાર્યક્રમ હાથ ધર્યો છે. નવી લાઇન વર્તમાન વેલ્ડેડ પાઈપોની શ્રેણીમાં મહત્તમ ૨૦” ઇંચ (૫૦૮mm) વ્યાસ અને જાડાઈને SCH80s સુધી વધારી દેશે, નવી લાઇનની ક્ષમતા દર મહિને ૭૦૦ મેટ્રીક ટન છે. પ્રોજેક્ટને ટર્મ લોન અને આંતરિક ઉપાર્જનના મિશ્રણ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને વ્યાપારી ઉત્પાદન Q1 FY24 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. સૂચિત વિસ્તરણમાં સમગ્ર ફિનિશિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ટ્યુબ મિલનો સમાવેશ થશે એટલે કે એનિલિંગ ફર્નેસ, પિકલિંગ અને પેસિવેશન સેટઅપ, હાઈ એન્ડ ડાયામિટર વેલ્ડેડ પાઇપ પ્રક્રિયાને સપોર્ટ કરવા માટે હાઈ એન્ડ ટેસ્ટિંગ વગેરેનો સમાવેશ થશે. આ ક્ષમતા વિસ્તરણ ૪૮ ઇંચ સુધીના વેલ્ડેડ પાઈપોના દર મહિને ૬૦૦ મેટ્રીક ટનના ચાલુ વિસ્તરણ ઉપરાંતનું હશે. આ બંને ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કુલ વેલ્ડેડ ક્ષમતા વર્તમાન ૭૦૦ મેટ્રીક ટન પ્રતિ માસથી લગભગ ૩ ગણી વધીને FY24 સુધીમાં પ્રતિ માસ ૨,૦૦૦ મેટ્રીક ટન થઇ જશે. આ સિવાય, સીમલેસ પાઈપ/ટ્યુબની હાલની ઉત્પાદન ક્ષમતામાં જે ૩૦૦ મેટ્રીક ટન પ્રતિ માસ છે તેમાં વધારાની ૫૦૦ મેટ્રીક ટન ઉત્પાદન ક્ષમતા ઉમેરવાનું આયોજન છે, તેથી આયોજિત મૂડીખર્ચ કર્યા પછી કુલ વેલ્ડેડ ક્ષમતા ૨૦૦૦ મેટ્રીક ટન પ્રતિ માસ અને સીમલેસ ક્ષમતા ૮૦૦ મેટ્રીક ટન પ્રતિ માસ મળીને દર મહિને ૨૮૦૦ મેટ્રીક ટન પ્રતિ માસ હશે તેવું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ કોઠારીએ જણાવ્યું હતું.