આઇનોક્સ વિન્ડે ગુજરાતમાં 3.3 મેગાવોટનું, અદ્યતન વિન્ડ ટર્બાઇન કાર્યરત કર્યું

અમદાવાદ: વિન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર આઇનોક્સ વિન્ડે ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં રાણપારડા ગામમાં ભારતનો પ્રથમ 3.3 મેગાવોટ વિન્ડ ટર્બાઇન પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પરિવર્તનકારક 3.3 મેગાવોટ વિન્ડ ટર્બાઇન વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ એએમએસસી સાથે વિકસાવ્યું છે, જે ટેકનોલોજી પાર્ટનર છે અને એના ક્લાસમાં સૌથી મોટા પૈકીના એક 100 એમ ટ્યુબ્યુલર ટાવર અને 146 એમ રોટર બ્લેડ ધરાવે છે. આ પ્રસંગે આઇનોક્સજીએફએલ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાંશ જૈને કહ્યું કે, આઇનોક્સજીએફએલ ગ્રૂપ ગ્રીન ટેકનોલોજીઓમાં મોખરે પણ છે તથા ઇવી, સૌર, હાઇડ્રોજન અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં નોંધપાત્ર પ્રદાન પણ કરે છે. કંપનીના સીઇઓ કૈલાશ તારાચંદાનીએ કહ્યું કે, પરિવર્તનકારક 3.3 મેગાવોટ ટર્બાઇન ભારતના ઓછો પવન ધરાવતા વિસ્તારો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આ પ્રોડક્ટ જાન્યુઆરી, 2023થી ભારતમાં વાણિજ્યિક રીતે ઉપલબ્ધ થશે.

SAR જૂથે ભારતનાં સૌથી મોટાં ઇવી ટેકનોલોજી સેન્ટરનું નિર્માણ કર્યું

દિલ્હી: એનર્જી સ્ટોરેજ અને ક્લિન એનર્જી ટેકનોલોજીસ કંપની SAR (સાર) જૂથે ઇ-મોબિલિટી ટેકનોલોજી, ઇવી બેટરીઝ, એડવાન્સ્ડ બીએમએસ, ઇવી કન્ટ્રોલર્સ, ડ્રાઇવટ્રેઇન્સ અને મોટર્સ અંગેની મહત્વની ઇ-મોબિલિટી સ્વદેશી રીતે વિક્સાવવા ગુરુગ્રામ, હરિયાણામાં ભારતનું સૌથી મોટું ઇવી ટેકનોલોજી સેન્ટર વિક્સાવ્યું છે. લિવપ્યોર અને લિવગાર્ડ જેવી બ્રાન્ડ્સ નિર્મિત કરનાર સાર ગ્રૂપે તાજેતરમાં લેક્ટ્રિક્સ ઇવી બ્રાન્ડ સાથે ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર માર્કેટમાં પ્રવેશની જાહેરા કરી હતી. આ ટેકનોલોજી સેન્ટર હાઇ-ક્વોલિટી, વિશ્વાસપાત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર્સ બનાવવા માટે લેક્ટ્રિક્સને ટેકનોલોજી પીઠબળ પૂરું પાડશે.આશરે રૂ. 300 કરોડનાં રોકાણ સાથે બનાવવામાં આવેલું આ ટેક સેન્ટર હરિયાણામાં માનેસર ખાતે કંપનીની એક લાખ સ્કવેર ફુટ ફેસિલિટી ખાતે આવેલું છે. આ ઉદ્યોગમાં સારનો સઘન અનુભવ અને ઇવી ટેક સેન્ટરની મદદથી લેક્ટ્રિક્સ રૂ. 300 કરોડનું પ્રારંભિક રોકાણ અને વાર્ષિક 1.5 લાખ ઇવીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર્સની વ્યાપક રેન્જ ઓફર કરશે.

જેગુઆર લેન્ડ રોવર 2030 સુધીમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબધ્ધ

મુંબઇઃ જેગુઆર લેન્ડ રોવર 2030 સુધીમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને જેગુઆર લેન્ડ રોવરની સપ્લાય ચેઇન, પ્રોડક્ટ્સ અને ઓપરેશન્સમાં 2039 સુધીમાં કાર્બન નેટ ઝીરો ઉત્સર્જનમાં મદદ મળી રહે તે માટે Science Based Targets initiative (SBTi) દ્વારા મંજૂર કરાયેલ ટકાઉતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે પોતાના વૈશ્વિક સપ્લાય નેટવર્કને આમંત્રણ આપી રહી છે. જેગુઆર લેન્ડ રોવર ટિયયર 1 સપ્લાયર્સને તેમના ડીકાર્બોનાઇઝેશન પાથવે સેટ કરવા, પારદર્શક રીતે રિપોર્ટ કરવા અને તેમના લક્ષ્યો તરફ પ્રગતિ દર્શાવવા માટે કહેશે. આમાં તેમના કાર્બન રિપોર્ટિંગને જાહેર કરવું અને સમાન ઘટાડો પહોંચાડવા માટે તેમની પોતાની સપ્લાય ચેઇન સાથે સહયોગ કરવાનો સમાવેશ થશે. આ જરૂરિયાત જેગુઆર લેન્ડ રોવરના સપ્લાય નેટવર્ક સાથે શેર કરવામાં આવી છે, જે વિશ્વભરની કુલ 5000થી વધુ કંપનીઓ છે.જેગુઆર લેન્ડ રોવરના ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બાર્બરા બર્ગમેઇરે જણાવ્યું હતું કે: “અમારી SBTi પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવી અને 2039 સુધીમાં અમારી સમગ્ર સપ્લાય ચેઇનમાં કાર્બન નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવું એ જેગુઆર લેન્ડ રોવરની ઔદ્યોગિક વ્યૂહરચનાનું પ્રેરક બળ છે.