CORPORATE NEWS

SVC બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના દરો 330-390 દિવસ માટે 5.8 ટકા અને 720 દિવસ માટે 6 ટકા જારી કર્યા
મુંબઇ, 04 જુલાઇ, 2022: SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (SVC બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે ઓળખાતી) વિવિધ મુદ્દતની ફિક્સ્ડ ડિપોઝિટ ઉપરના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો રૂ. 2 કરોડથી નીચેની તમામ થાપણો ઉપર 20 જૂન, 2022થી લાગુ પડશે. SVC બેંકના મેનેજિંગ ડાયરેક્ટર આશિષ સિંઘલે જણાવ્યું હતું કે, ફિક્સ્ડ ડિપોઝિટ દરોમાં વધારો વિશેષ કરીને સિનિયર સિટિઝન સહિતના તમામ થાપણદારો માટે સુવર્ણ તક છે. આ પહેલાં એફડીના નીચા દરોને કારણે સિનિયર સિટિઝન જેવાં લોકો ઉપર જંગી નાણાકીય ભારણ પેદા થયું હતું કે જેમના માટે એફડીનું વળતર આવકના પ્રાથમિક સ્રોત હતો. બે વર્ષ જેટલાં સમય સુધી નીચા વ્યાજદરની સ્થિતિ જળવાઇ રહ્યાં બાદ ગ્રાહકો વધુ બચત કરે અને તેમની બચતો ઉપર વધુ વળતર પ્રાપ્ત કરે તે સમય આવી ગયો છે. ઇચ્છુક અરજદારો SVC બેંકની 11 રાજ્યોમાં 198 કેન્દ્રો ખાતે આવેલી બ્રાન્ચની મુલાકાત લઇને એફડી બુક કરાવી શકે છે. ગ્રાહકો નેટબેંકિંગ દ્વારા પણ ફિક્સ્ડ ડિપોઝિટ બુક કરાવી શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટ સુરક્ષિત રોકાણનું સાધન છે અને તે 80સી છૂટ માટે પણ અનુકૂળ છે. વધુ સુવિધા માટે SVC બેંક ફિક્સ્ડ ડિપોઝિટના ઓટો રિન્યૂઅલને પણ મંજૂરી આપે છે.
SVC Bank’s Fixed Deposit Interest Rate Increase (Less than Rs 2 crore) for popular tenor buckets.
Days/Years Inclusive | Individuals, HUF, Co-op. Societies/ Non Scheduled UCBs/Regd. Trusts & All other categories of depositors/NRO | Senior Citizens Residents Only |
15 days to 45 days | 3.40% | 3.65% |
46 days to 90 days | 4.00% | 4.25% |
91 days to 179 days | 4.30% | 4.55% |
180 days | 4.50% | 4.75% |
181 days to 329 days | 5.20% | 5.45% |
330 days | 5.80% | 6.05% |
331 days to 389 days | 5.30% | 5.55% |
390 days | 5.80% | 6.05% |
391 days to 480 days | 5.30% | 5.55% |
481 days to 719 days | 5.80% | 6.05% |
720 days | 6.00% | 6.25% |
721 days to 780 days | 5.80% | 6.05% |
781 days to 36 months | 6.25% | 6.50% |
Above 36 months to 60 months | 6.50% | 6.75% |
Above 60 months to 120 months | 6.50% | 7.25% |
Tax exemption Scheme (5 Years) | 6.50% | 6.50% |