CORPORATE NEWS
એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું

ગાંધીનગરઃ એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટને ઔપચારિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે આજે એનએસઈ આઇએફએસસી માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે એનએસઈ આઇએફએસસી-એસજીએક્સકનેક્ટની શરૂઆત થઈ છે. આ જોડાણ એનએસઈ આઇએફએસસી એક્સચેન્જમાં નિફ્ટી પ્રોડક્ટ્સ માટે લિક્વિડિટી પૂલને એકીકૃત કરશે અને ગિફ્ટસિટીમાં વૈશ્વિક બજારના સહભાગીઓ માટે પહોંચની સુવિધા પુરી પાડશે. પરિણામે, તે આઇએફએસસી મૂડી બજારોની ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપશે અને ગિફ્ટ સિટીને મૂડી બજારની પ્રવૃત્તિઓ માટે પસંદગીનું વૈશ્વિક સ્થળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. એસજીએક્સગ્રૂપના સીઈઓ લોહ બૂન ચેએ જણાવ્યું કે કનેક્ટનું રોલ આઉટ એ એસજીએક્સગ્રુપ અને એનએસઈમાટે મહત્વપૂર્ણ રીતે સીમાચિહ્નરૂપ છે અને તે નિફ્ટી પ્રોડક્ટ્સ માટે વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લિક્વિડિટી પૂલના સંયોજનની નજીક એક પગલું આગળ લાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) અને સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સગ્રુપ)એ આજે જાહેરાત કરી હતી કેએનએસઈ આઇએફએસસી- એસજીએક્સકનેક્ટ લાઈવ છે અને વૈશ્વિક સંસ્થાઓ માટે નિફ્ટી ઈક્વિટી ડેરિવેટિવ્ઝને ટ્રેડ કરવા અને ક્લિયર કરવા માટે તૈયાર છે, જેભારતને વિશ્વના રોકાણકારો સાથે વધુ જોડવા તરફનું એક મોટું પગલું છે. કનેક્ટ એસજીએક્સગ્રુપના ટ્રેડિંગ સભ્યોના ઓર્ડરને એનએસઈ આઇએફએસસીક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ અને એસજીએક્સગ્રૂપના ડેરિવેટિવ્ઝ ક્લિયરિંગ દ્વારા કેન્દ્રીય કાઉન્ટરપાર્ટી તરીકે ક્લિયરિંગ અને સેટલમેન્ટ સાથે ટ્રેડિંગ અને એક્ઝિક્યુશન માટે એનએસઈ આઇએફએસસીતરફ મોકલવામાં સક્ષમ બનાવે છે. નીચે જણાવ્યા મુજબ સભ્યોને આજે ઓનબોર્ડ કરવામાં આવશે અને બાકીના સભ્યોને આગામી મહિનાઓમાં ક્રમશઃ ઓનબોર્ડ કરવામાં આવશે.
ડ્યુશ બેંક એજી, મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) સિક્યોરિટીઝ પીટીઇ.લિ., ઓસીબીસીસિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, ઓરિએન્ટ ફ્યુચર્સ ઇન્ટરનેશનલ (સિંગાપોર) પીટીઇ. લિ., ફિલિપ નોવા પીટીઇ.લિ., સ્ટોનએક્સ ફાઇનાન્સિયલ પીટીઇ. લિ. અને યુબીએસ એજી.
યસ બેંક આંતરરાષ્ટ્રીય PE રોકાણકારો પાસેથી 1.1 અબજ ડોલર મેળવશે
મુંબઈ: યસ બેંકએ બે આંતરરાષ્ટ્રીય પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો – કાર્લાઇલ અને એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે સંલગ્ન ફંડો પાસેથી 1.8 અબજ ડોલર (રૂ. 8,900 કરોડ)ની ઇક્વિટી મૂડી ઊભી કરી હોવાની જાહેરાત કરી હતી, જેમાં દરેક રોકાણકારને યસ બેંકમાં 10.0 ટકા સુધીનો હિસ્સો મળશે. આ ઇક્વિટી શેરમાં 640 મિલિયન ડોલર (રૂ. 5,100 કરોડ) અને ઇક્વિટી શેર વોરન્ટ દ્વારા 475 મિલિયન (રૂ. 3,800 કરોડ) દ્વારા સંયુક્તપણે ઊભા કરવામાં આવશે. આ ઊભું કરેલું ફંડ 24 ઓગસ્ટ, 2022ના રોજ બેંકની આયોજિત ઇજીએમમાં શેરધારકોની મંજૂરી અને પ્રસ્તુત નિયમનકારી/કાયદાકીય મંજૂરીઓને આધિન છે. આ ફંડ યસ બેંકની મૂડીપૂર્તતામાં વધારો કરશે અને બેંકના મધ્યમથી લાંબા ગાળાના સતત વૃદ્ધિના લક્ષ્યાંકોમાં સહાયક રહેશે. એક વાર મંજૂરી મળ્યાં પછી આ ભારતમાં ખાનગી ક્ષેત્રની કોઈ પણ બેંક દ્વારા ખાનગી બેંક દ્વારા ઊભું થયેલું સૌથી મોટું ફંડ હશે. બેંકે શેરદીઠ રૂ. 13.78ની કિંમત પર પ્રેફરેન્શિયલ આધારે 370 કરોડ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની અને વોરન્ટદીઠ રૂ. 14.82ની કિંમત પર 275 કરોડ વોરન્ટને ઇક્વિટી શેરમાં પરિવર્તિત કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જેના પગલે બેંકના ઇક્વિટી મૂડીના આધારમાં રૂ. 8,900 કરોડનો ઉમેરો થશે. યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રશાંત કુમારે કહ્યું કે, “અમને કાર્લાઇલ અને એડવેન્ટ ઇન્ટરનેશનલ જેવા ટોચના રોકાણકારોને અમારા પાર્ટનર તરીકે બોર્ડ પર લેવાની ખુશી છે, જે બેંકની લાંબા ગાળાની વ્યૂહરચનાને પૂર્ણ કરશે. આ બેંકની ફ્રેન્ચાઇઝીની સ્વાભાવિક ક્ષમતાનો પુરાવો છે. અમે સંવર્ધિત તકોને લઈને રોમાંચિત છીએ, જે આ ભાગીદારી અમારા માટે ઊભી કરશે અને અમને વિશ્વાસ છે કે, બંને રોકાણકારો બેંકની વૃદ્ધિના આગામી તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સે નવીન ઉકેલો પ્રસ્તુત કર્યા
મુંબઈ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સ અંતર્ગત અનેક બધા અનોખા, નૂતન ઉકેલ પ્રસ્તુત કર્યા છે જેનો ઉદ્દેશ્ય અંતિમ ગ્રાહક-અનુભવને વધુ સમૃદ્ધ બનાવવાનો છે. તેના ગ્રાહકો માટે રજૂ કરાયેલ મોટર ફ્લોટર ઓફર આઈઆરડીએઆઈ દ્વારા કરવામાં આવેલી તાજેતરની જાહેરાતને અનુરૂપ છે. તે એકથી વધુ વાહનો ધરાવનાર વ્યક્તિઓને એક પોલિસી હેઠળ કાર અને ટુ-વ્હીલર સહિત તેમના વાહનોના વીમાની એક જ રિન્યુઅલ તારીખ અને સર્વસમાવેશક કવચ મેળવવામાં સક્ષમ બનાવશે. પરિણામે, હવે તેમની માલિકીના વાહનો માટે એક જ મોટર વીમા પોલિસી હશે. આ નવી ઓફર ગ્રાહકો માટે સિંગલ પ્રીમિયમ સાથે તેમની તમામ મોટર પોલિસી માટે એક જ પોલિસી અને રિન્યુઅલ તારીખ રાખવાનું અનુકૂળ બનાવે છે. તે જ સમયે, મોટર ફ્લોટર ઓફર માટે પસંદ કરતા ગ્રાહકોને મોટર ફ્લોટર ઓફર હેઠળ વીમો કરાયેલ તેમના બહુવિધ વાહનો માટે ઓછું પ્રીમિયમ પૂરું પાડવામાં આવશે. એકંદરે, તે ગ્રાહકોના તેમની માલિકીના દરેક વાહન માટે બહુવિધ મોટર વીમા પોલિસી જાળવવાના પ્રયત્નોને બચાવશે. જ્યારે વ્યક્તિ સ્વતંત્ર પોલિસીમાંથી મોટર ફ્લોટર પોલિસીમાં શિફ્ટ થાય છે ત્યારે દરેક વાહન સ્તરે નો-ક્લેમના સંપૂર્ણ લાભો મોટર ફ્લોટર ઓફર હેઠળ સાચવવામાં આવશે. પૉલિસી સમયગાળા દરમિયાન કોઈ દાવા નહીં કરવાના કિસ્સામાં, લાગુ પડતા સ્લેબ મુજબ અને 50 ટકા સુધીના રિન્યુઅલ પર પૉલિસીધારકોને નો ક્લેમ બોનસ ઓફર કરવામાં આવે છે. આ પ્રોડક્ટ હેઠળ, ગ્રાહકો પોલિસીના કાર્યકાળ દરમિયાન કોઈપણ સમયે ઉમેરો કરી શકે છે અને કાઢી નાખી શકે છે.