મેઘમણિ ફાઇનકેમનો ગ્રીન એનર્જીમાં પ્રવેશ, પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે

ક્લોર-આલ્કલી અને તેના મૂલ્ય વર્ધક ડેરિવેટિવ્સની ઉત્પાદક મેઘમણિ ફાઇનકેમ લિમિટેડ (એમએફએલ)એ પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરી છે. આ જોડાણ પુનઃપ્રાપ્ય ઊર્જા સેગમેન્ટમાં એમએફએલના પ્રવેશનું સૂચક છે તથા ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન આપવા અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા સતત કટિબદ્ધતા વ્યક્ત કરી છે. મેઘમણિ ફાઇનકેમએ ગુજરાતમાં ભાવનગર નજીક 18.34 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટનો અમલ કરવા રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) અંતર્ગત એનર્જી સબસ્ક્રિપ્શન એગ્રીમેન્ટ (ઇએસએ) તથા શેર સબસ્ક્રિપ્શન એન્ડ શેરહોલ્ડર એગ્રીમેન્ટ (એસએસએસએચએ)નો અમલ કર્યો છે. એમએફએલ રૂ. 20.54 કરોડના યોગદાન સાથે એસપીવીમાં 26 ટકા હિસ્સો ધરાવશે તેમજ રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 58.46 કરોડનો 74 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે. આ હાઇબ્રિડ વીજ પ્લાન્ટ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કાર્યરત થશે એવી અપેક્ષા છે. એમએફએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૌલિક પટેલે કહ્યું હતું કે, મેઘમણિ ફાઇનકેમમા અમારી ટીમે શ્રેષ્ઠ અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સ્પાઇસ મનીનું નેનોપ્રિન્યોર નેટવર્ક 2021-22માં બમણું થયું

ગ્રામીણ ફિનટેક સ્પાઇસ મનીએ નાણાકીય વર્ષ 2021-22માં 10 લાખ અધિકારીઓ (નેનોપ્રિન્યોર્સ)ની સફળતા હાંસલ કરી હતી, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં લગભગ બમણી છે. પ્રથમ પ્રકારનું ઝીરો રોકાણ મોડલ પ્રદાન કરવા સ્પાઇસ મનીની વ્યૂહરચના અધિકારીઓમાં વૃદ્ધિ કરવાની અને આવકના પરિણામો જાળવી રાખવાની છે. સ્પાઇસ મની એપ અને વેબ પોર્ટલ દ્વારા આ નેટવર્ક 95 ટકાથી વધારે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલું છે, 700+ જિલ્લાઓ 100 મિલિયનથી વધારે ઉપભોક્તાઓને સેવા આપે છે. નાણાકીય વર્ષ 2022-23માં સ્પાઇસ મનીનો ઉદ્દેશ અન્ય ડિજિટલ અને નાણાકીય સેવાઓમાં વિસ્તરણ કરવાનો છે. સ્પાઇસ મનીના સ્થાપક દિલીપ મોદીએ કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2021-22માં પ્રશંસનીય વૃદ્ધિ જોવા મળી છે, જેમાં સ્પાઇસ મનીએ છેલ્લાં આઠ ત્રિમાસિક ગાળામાં ડબલ-ડિજિટ વૃદ્ધિ કરી છે. સ્પાઇસ મનીની ફિજિટલ સુપર એપ ગ્રામીણ સમુદાયોને સ્પાઇસ મનીના 1 મિલિયન+ અધિકારીઓની મદદ સાથે તેમના ઘરઆંગણે હેલ્થકેર અને ઇ-કોમર્સ સાથે મૂળભૂત બેંકિંગ, પેમેન્ટ સેવાઓ, નાણાકીય સેવાઓ, પ્રવાસન સેવાઓ અને ઉદ્યોગસાહસિક સોલ્યુશન્સ જેવી આવશ્યક સેવાઓ મેળવવામાં વધુ ઉપયોગી બનશે.