CORPORATE NEWS AT A GLANCE
એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબરે એફટીટીએચ (FTTH) નેટવર્કનો વિસ્તાર કર્યો
ભારતી એરટેલ (“એરટેલ”)એ લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં તેની ફાઈબર-ટુ-ધ-હોમ (FTTH) બ્રોડબેન્ડ સેવા – એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર લોન્ચ કરી છે. આ સાથે, એરટેલ આ દૂરસ્થ ભૌગોલિક વિસ્તારોમાં એફટીટીએચ બ્રોડબેન્ડને રોલ-આઉટ કરનાર અને ગ્રાહકોને ડેટા સુપરહાઈવે સાથે જોડીને વિશ્વ-કક્ષાની ડિજિટલ એક્સેસ લાવનાર પ્રથમ ખાનગી આઇએસપી (ISP) બની ગયું છે. આ પ્રસંગે ભારત સરકારના ટેલિકોમ વિભાગના સેક્રેટરી કે. રાજારામને જણાવ્યું, ગત વર્ષે ચેન્નઈ અને પોર્ટ બ્લેયર વચ્ચે અંડરસી કેબલ લિંકને શરૂ કરવાથી આ ક્ષેત્રમાં હાઈ સ્પીડ ડેટા કનેક્ટિવિટી આવી છે. ભારતી એરટેલ ખાતે બ્રોડબેન્ડ બિઝનેસના સીઈઓ વીર ઈન્દર નાથે જણાવ્યું કે, મહામારી બાદના યુગમાં ઘરોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડની માંગમાં વધારો થયો છે, ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ, ઑનલાઇન એજ્યુકેશન તેમજ ઑનલાઇન એન્ટરટેનમેન્ટ માટે. એરટેલ ગ્રાહકની આ જરૂરિયાત પૂરી કરવા માટે આક્રમક રીતે રોકાણ કરી રહી છે અને આગામી ત્રણ વર્ષમાં દેશભરના 2000 નગરોમાં તેનાને વિસ્તારવાની અને ડિજિટલી કનેક્ટેડ કરવાની યોજના ધરાવે છે.