હિન્દુસ્તાન પેટ્રોલિયમનું શેરદીઠ રૂ. 14 ડિવિડન્ડ

હિન્દુસ્તાન પેટ્રોલિયમની માર્ચ-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક માટેની આવકો 1 લાખ કરોડથી વધી છે. માર્ચ ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 106533.84 કરોડની કુલ આવકો નોંધાવી છે. જે ગતવર્ષે રૂ. 85754.76 કરોડ હતી. જો કે, ચોખ્ખો નફો ઘટી રૂ. 2018.45 કરોડ (રૂ. 3060.70 કરોડ) રહ્યો છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 14 પેટે અંતિમ ડિવિડન્ડ જારી કર્યુ છે.

ડો. રેડ્ડીઝનો નફો 76 ટકા ઘટ્યો

ડો. રેડ્ડીઝનો ચોખ્ખો નફો 76 ટકા ઘટી રૂ. 87.5 કરોડ (રૂ. 362.4 કરોડ) થયો છે. આવકો 15 ટકા વધી રૂ. 5436.8 કરોડ (રૂ. 4728.4 કરોડ) થઈ છે. ઉત્તર-અમેરિકી બજારોની આવકો 1 અબજ ડોલરની નજીક પહોંચી હોવાનું કંપનીના કો-ચેરમેન અને એમડી જીવી પ્રસાદે જણાવ્યુ છે.

અશોક લેલેન્ડનું 100 ટકા ડિવિડન્ડ

અશોક લેલેન્ડનો ચોખ્ખો નફો 58.14 ટકા ઘટી રૂ. 157.85 કરોડ (રૂ. 377.13 કરોડ) નોંધાયો છે. આવકો વધી રૂ. 9926.97 કરોડ (રૂ. 8142.11 કરોડ) અને કુલ ખર્ચ રૂ. 9429.55 કરોડ (રૂ. 7831.21 કરોડ) થઈ છે. કંપનીએ શેરદીઠ 100 ટકા ડિવિડન્ડ જારી કર્યુ છે.

વિશાલ ફેબ્રિક્સનો નફો 41 ટકા વધ્યો

વિશાલ ફેબ્રિક્સે ચોથા ત્રિમાસિક ગાળા માટે આવક 10 ટકા વધી રૂ. 426 કરોડ નોંધાવી હતી, EBITDA રૂ. 44 કરોડ છે. ચોખ્ખો નફો 41 ટકા વૃદ્ધિ સાથે રૂ. 20 કરોડ નોંધાયો હતો.

અન્ય ત્રિમાસિક પરિણામો એક નજરે

વિગતચોખ્ખો નફોચોખ્ખો નફોકુલ આવકોકુલ આવકો
કંપનીમાર્ચ-22માર્ચ-21માર્ચ-22માર્ચ-21
ધન. બેન્ક23.425.28302.58233.43
P&S બેન્ક346160.792007.901940.62
ગુજ. પીપા.72.465.4220.07193.4

mailbusinessgujarat@gmail.com