સૌજન્યઃ દેવેન ચોક્સી

(Managing Director of KRChoksey Shares and Securities Pvt. Ltd.)

ઓલટાઇમ હાઇથી ડાઉનઃ ઇક્વિટી હોય કે ક્રિપ્ટો

સેન્સેક્સ17.80%
ક્રિપ્ટો   70%

ક્રિપ્ટો અને કોમોડિટીઝના મૂલ્યમાં તીવ્ર ઘટાડાના કારણે થયેલી ખોટ સરભર કરવા માટે રોકાણકારો ઊર્ફે ટ્રેડર્સ ઊર્ફે સટ્ટોડીયાઓ હવે  વૈશ્વિક ઈક્વિટી બજારોમાંથી પણ એક્ઝિટ લઇને લોસ બુક કરી રહ્યા છે અથવા તો પ્રોફીટ બુક કરી રહ્યા છે. તેને તેને કોલેટરલ ડેમેજ કહી શકાય? ક્રિપ્ટો રાતોરાત 15% ડાઉન છે અને તેમના $2 ટ્રિલિયનના ઓલ ટાઈમ હાઈ (ATH) વેલ્યુએશનથી સરેરાશ 70% નીચે છે.

મેટલ કોમોડિટીઝ અને ભારતીય સ્ટીલના ભાવમાં પણ રાતોરાત 12,000-15,000/Tનો ઉછાળો આવ્યો છે. જ્યારે બીજી તરફ આપણે ઇક્વિટી બજારોમાં શરણાગતિની સ્થિતિમાં પ્રવેશી ગયા હોય તેવું લાગે છે…..

વિશ્વભરમાં વધુ પડતા ડેરિવેટિવ્ઝ અને અલ્ગો ટ્રેડિંગના કારણે ભાવમાં તીવ્ર વધારો અને ઘટાડો થાય છે અને તે પણ ઘણી વાર…. માર્કેટ સેન્ટિમેન્ટ અને બેરોમીટર બન્ને ઉપર નકારાત્મક અસર પડતી હોય છે.

ક્રિપ્ટો કરન્સીસ ઓલટાઇમ હાઇથી ક્રેશ એટ એ ગ્લાન્સ

કરન્સી+/-%
Bitcoin-65.8
Ethereum-74.9
BNB-67.8
Cardano-85.4
XRP-90.9
Solana-89.8
Dogecoin-92.6
WBTC-66.6
Tron-72.8
Shibalnu-91.0
Avax-89.6
FTX-70.4
CRO-87.7
LTC-89.7
Chain-24.9
polygon-85.9