બિટકોઈન 13 હજાર ડોલર થવાની વકી, માઈનર્સે વેચાણ વધાર્યું

ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો માહોલ જામી રહ્યો છે. માર્કેટ નિષ્ણાતો પણ બિટકોઈન 13 હજાર ડોલર થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડાના વલણ વચ્ચે બિટકોઈનનું માઈનિંગ કરતી કંપનીઓ પોતાના હોલ્ડિંગમાં ઘટાડો કરી રહ્યું છે. પબ્લિક માઈનિંગ કંપનીઓ તેમના કુલ બિટકોઈન માઈનિંગની 30 ટકા પ્રોડક્શન વેચી રહ્યાં છે. ભાવમાં સતત ઘટાડાના લીધે માઈનિંગ કંપનીઓ હોલ્ડિંગ ઘટાડવા મજબૂર બની છે. મેમાં માઈનર્સ દ્વારા સેલિંગ રેટ 100 ટકાથી વધ્યો હતો. જૂનમાં પરિસ્થિતિ વધુ વણસી હોવાનું બિટકોઈન માઈનિંગ કંપનીઓએ જણાવ્યુ છે. બિટફાર્મસે વધુ 62 મિલિયન ડોલરના 3000 બિટકોઈન વેચી દીધા છે. હવે ,તેની બેલેન્સશીટમાં 3349 બિટકોઈન છે. કંપની રોજના 14 બિટકોઈનનું માઈનિંગ કરે છે. બીટફાર્મ્સ અત્યંત અસ્થિરતાના સમયમાં લિક્વિડિટી વધારવા, ડિલિવરેજ કરવા અને તેની બેલેન્સ શીટ મજબૂત કરવા માંગે છે. જેથી તેણે બિટકોઈન હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે. જે લિક્વિડિટી જાળવવા માટે સૌથી શ્રેષ્ઠ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. છેલ્લા એક સપ્તાહથી બિટકોઈન 20 હજાર ડોલર આસપાસ ટ્રેડેડ છે. બિટકોઈન બુધવારે 20 હજાર ડોલરની સપાટી ગુમાવ્યા બાદ ગુરૂવારે 1.19 ટકા સુધારા સાથે 20712 જ્યારે ઈથેરિયમ દસ દિવસ બાદ 2.64 ટકા સુધારા સાથે 1100 ડોલરની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.
ટોચની 10 ક્રિપ્ટોમાં 1થી 5 ટકાનો સુધારો
ક્રિપ્ટો કરન્સી | ભાવ | તફાવત |
બિટકોઈન | $20,712.39 | +1.19% |
ઈથેરિયમ | $1,120.6 | +2.64% |
ટેધર | $0.999 | 0.00% |
USD | કોઈન $1.00 | -0.01% |
BNB | $226.39 | +5.28% |
બિનાન્સ | $1.00 | -0.05% |
કાર્ડાનો | $0.47 | +0.96% |
XRP | $0.329 | +2.36% |
સોલાના | $36.97 | +5.44% |
ડોઝકોઈન | $0.0639 | +2.19% |