યુનિપાર્ટ્સમાં રિટેલ સબસ્ક્ર્પિશન પ્રથમ દિવસે 77 ટકા, કુલ 58 ટકા ભરાયો

DETAILSUNIPARTS INDIADHARMAJ CROP
 DAY-1LAST DAY
QIB0048.21
NII0.9052.29
RETAIL0.7721.53
TOTAL0.5835.49

અમદાવાદઃ ધર્મજ ક્રોપ ગાર્ડનો IPO અંતિમ દિવસે કુલ 35.49 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો છઠ્ઠો IPO રહ્યો છે. એગ્રો કેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડનો રૂ. 251.15 કરોડનો IPO અંતિમ દિવસે કુલ 35.49 ગણો ભરાયો હતો. જેમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સૌથી વધુ 52.29 ગણી અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, એનઆઈઆઈમાં 10 લાખથી વધુના બીડ 52.90 ગણા ભરાયા હતા. ક્યુઆઈબી 48.21 ગણો અને રિટેલ પોર્શન 21.53 ગણો ભરાયો હતો.એમ્પ્લોયી પોર્શન 6.99 ગણો ભરાયો હતો. કંપનીની પ્રાઈસ બેન્ડ 216-237 હતી.

દરમિયાનમાં યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો આઇપીઓ આજે પ્રથમ દિવસના અંતે 58 ટકા ભરાયો હતો. જેમાં ક્યૂઆઇબી પોર્શ ખાલી રહેવા સાતે એનઆઇઆઇ 90 ટકા, રિટેલ 77 ટકા અ કુલ 58 ટકા ભરાયો હતો. 1994માં સ્થપાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. શેરદીઠ રૂ. 548- 570ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં 14481942 શેર્સના બુક બિલ્ડિંગ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી છે. ઇશ્યૂ તા. 2જી ડિસેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. ગુરદિપ સોની અને પરમજીતસિંઘ સોની દ્રારા પ્રમોટ કરાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ ઉત્પાદન કરે છે. કંપની એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, ફોરેસ્ટ્રી સહિતના માર્કેટમાં સિસ્ટમ્સ અને કોમ્પોનન્ટ્સની અગ્રણી સપ્લાયર છે. કંપની 25 દેશોમાં નિકાસ પણ ધરાવે છે. ભારતમાં કંપની લુધિયાણા, પંજાબ ખાતે બે અને વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં એક તેમજ નોઇડા, ઉત્તર પ્રદેશમાં બે ઉત્પાદન વ્યવસ્થા ધરાવે છે. કંપની જ્યોર્જિયામાં વેરહાઉસિંગ અને ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા ધરાવવા ઉપરાંત નિકાસ કામગીરી માટે વિદેશોમાં વ્યવસ્થા પણ ધરાવે છે