સસ્ટેનેબિલિટીથી પ્રેરિત પુનઃપ્રાપ્ય ઊર્જાની વ્યૂહરચનાઃ સાઇટ પર સૌર ઊર્જા પેદા કરવાનો અને વ્યૂહાત્મક રીતે ઑફસાઇટ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો બેવડો અભિગમઆ ફેસિલિટી પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરીને 22,970 ટન CO2eને ઑફસેટ કરી રહી છે, જે ડીકાર્બનાઇઝેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની તેની કટિબદ્ધતાને દર્શાવે છે.

ચેન્નઈ, 25 ફેબ્રુઆરીઃ ડેમલર ટ્રક AGની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (DICV)એ તેના સસ્ટેનેબિલિટી રોડમેપ પૂર્વે તેની અત્યાધુનિક ઓરાગદમ પ્રોડક્શન ફેસિલિટી ખાતે 100% પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરીને તેની સસ્ટેનેબિલિટીની યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી લીધું છે. સિદ્ધિના કેન્દ્રમાં DICVની પુનઃપ્રાપ્ય ઊર્જા સંબંધિત દૂરંદેશી વ્યૂહરચના છે, જે સાઇટ પર સૌર ઊર્જાને ઉત્પન્ન કરવાની સાથે ઑફસાઇટ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનું સંયોજન કરે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રાપ્ત કરીને કુલ 22,970 ટન CO₂eને ઑફસેટ કરવામાં આવ્યો છે, જે ડીકાર્બનાઇઝેશન પ્રત્યેની DICVની કટિબદ્ધતાને દર્શાવે છે.

15,000 સોલર પેનલથી સંચાલિત થતાં 4,300 kWની સર્વોચ્ચ ક્ષમતા ધરાવતા પુનઃપ્રાપ્ય ઊર્જા પેદા કરનારા પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન એ આ વ્યૂહરચનાનું મુખ્ય ઘટક છે. આ પ્લાન્ટ વાર્ષિક લગભગ 4,000 ટન CO₂eના ઉત્સર્જનને ઑફસેટ કરે છે, જે ઇન-હાઉસ ઉત્પન્ન કરવામાં આવેલી 17% પુનઃપ્રાપ્ય ઊર્જામાં યોગદાન આપે છે.

ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સત્યકામ આર્યાએ જણાવ્યું હતું કે, અમે વર્ષ 2018થી પુનઃપ્રાપ્ય ઊર્જા પરની અમારી નિર્ભરતાને વધારવા માટેના આંતરમાળખાનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ અને હવે અમે સ્કોપ 2 ઇમિશન્સ હેઠળ 100% પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરી રહ્યાં છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)