ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ અને ઇમેજિન માર્કેટિંગના આઇપીઓને મંજૂરી
ડ્રીમ ફોલ્ક્સની 21814200 પ્રમોટર શેર્સ વેચાણની યોજના
આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ.
ભારતમાં સૌથી મોટું એરપોર્ટ સર્વિસ એગ્રીવેટર પ્લેટફોર્મ ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ એના સૂચિત આઇપીઓ માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) મંજૂરી મળી ગઈ છે. કંપનીના પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રૂપ શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ ધરાવતાં 21,814,200 શેર્સ આઇપીઓ મારફત ઓફર કરવાની યોજના ધરાવે છે. આઇપીઓ કંપનીની પોસ્ટ ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલનો 41.75 ટકા હિસ્સો ધરાવશે.
કંપનીની કામગીરી અંગે સંક્ષિપ્ત
ડ્રીમફોલ્ક્સ ભારતમાં કાર્યરત તમામ કાર્ડ નેટવર્કને સેવાઓ પ્રદાન કરે છે, જેમાં વિઝા, માસ્ટરકાર્ડ, ડાઇનર્સ/ડિસ્કવર અને રુપે સામેલ છે તથા ભારતના ઘણા પ્રસિદ્ધ કાર્ડ ઇશ્યૂઅર્સને સેવા પ્રદાન કરે છે, જેમાં આઇસીઆઇસીઆઈ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા, એચડીએફસી અને એસબીઆઈ કાર્ડ્સ સામેલ છે. ડ્રીમફોલ્ક્સ તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડના વેચાણ અને ગ્રાહક સાથે જોડાણના કાર્યક્રમો માટે બેંકો અને કાર્ડ નેટવર્ક્સ માટે આવશ્યક લિન્ક તરીકે કામ કરે છે. કંપનીનું ટેકનોલોજી પ્લેટફોર્મ યુઝર્સને બેંક દ્વારા ઇશ્યૂ કરેલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ મારફતે એરપોર્ટ અને રેલવે લોંજીસની સુલભતા મેળવવા સક્ષમ બનાવે છે. એસેટ-લાઇટ બિઝનેસ મોડલ વિવિધ એરપોર્ટ લોંજ ઓપરેટર્સ અન્ય એરપોર્ટ સાથે સંબંધિત સેવા પ્રદાતાઓ સાથે કાર્ડ નેટવર્ક્સ, કાર્ડ ઇશ્યૂઅર્સ અને કોર્પોરેટ ક્લાયન્ટ્સને લક્ષ્યાંક બનાવે છે અને સંકલિત કરે છે.
ક્રેડિટ- ડેબિટ કાર્ડની એરપોર્ટ લોન્જ સુવિધામાં 95 ટકા હિસ્સો કંપનીનો
અત્યારે ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડ નાણાકીય વર્ષ 2020માં ભારતમાં ઇશ્યૂ થયેલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની એરપોર્ટ લોંજીસની સુલભતામાં 95 ટકાથી વધારે હિસ્સો ધરાવતી હતી. ડ્રીમફોલ્ક્સ તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ્સ પર ભારતની તમામ 50 લોંજિસનું કવરેજ ધરાવે છે, જે 100 ટકાને આવરી લે છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ વિવિધ સેવા પ્રદાતાઓ સાથે જોડાણમાં કંપની ભારત સહિત 121 દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કામગીરી ધરાવે છે. કંપની લોંજીસ, ફૂડ એન્ડ બેવરેજ, સ્પા, મીટ એન્ડ આસિસ્ટ, એરપોર્ટ ટ્રાન્સફર, ટ્રાન્ઝિટ હોટેલ્સ/નેપ રુમ એક્સેસ અને બેગેજ ટ્રાન્સફર જેવી એરપોર્ટ સાથે સંબંધિત સેવાઓની સુલભતા ઉપભોક્તાઓને પૂરી પાડે છે.
ઇમેજિન માર્કેટિંગ 2000 કરોડનો આઇપીઓ યોજશે
આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ લિમિટેડ, બીઓએફએ સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, ક્રેડિટ સૂસ્સી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ.
વાયરલેસ હીઅરેબલ્સ અને વેરેબલ્સ બ્રાન્ડ ‘boAt’ની માલિકી ધરાવતી ઇમેજિન માર્કેટિંગ લિમિટેડને તેના સૂચિત આઇપીઓ માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની મંજૂરી મળી છે. શેરદીઠ રૂ. 1ની ફેસેવેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સ મારફત કંપની રૂ. 2000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેમાં રૂ. 900 કરોડના શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને રકૂ. 1100 કરોડના શેર્સ પ્રમોટર્સ વિક્રેતા શેરધારકો તરફથી ઓફર કરાશે.
ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) માટે કુલ ₹ 1.5 કરોડ સુધીના ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે. કંપનીએ આઇપીઓમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ અંદાજે ₹ 7,00 કરોડના ઋણની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી માટે અને બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છે.
ઋણની આ પુનઃચુકવણીથી કંપનીના ઋણમાં નોંધપાત્ર ઘટાડો થશે. 31 ડિસેમ્બર, 2021ના રોજ કંપની ₹7,641.77 મિલિયનનું કુલ બાકી નીકળતું સીક્યોર્ડ અને અનસીક્યોર્ડ ઋણ (લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું) ધરાવતી હતી.
————————————-
પારાદીપ ફોસ્ફેટ છેલ્લા દિવસે 1.75 ગણો ભરાયો
કેટેગરી | કેટલાં ગણો |
ક્યૂઆઇબી | 3.01 |
એનઆઇઆઇ | 0.82 |
રિટેલ | 1.37 |
ટોટલ | 1.75 |
ઇથોસ બીજા દિવસે 0.44 ગણો ભરાયો
કેટેગરી | કેટલાં ગણો |
ક્યૂઆઇબી | 0.19 |
એનઆઇઆઇ | 0.25 |
રિટેલ | 0.68 |
ટોટલ | 0.44 |
mailbusinessgujarat@gmail.com