ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સએ DRHP ફાઇલ કર્યું
કુલ ઇશ્યૂ સાઇઝ | 62.90 લાખ શેર્સ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ SME plateform |
મુંબઇ: ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સ એ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ને ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની બુક બિલ્ડિંગ દ્વારા પ્રતિ રૂ. 10ના 62.90 લાખ ઇક્વિટી શેર્સ ઓફર કરવાની યોજના ધરાવે છે. DRHP દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇના એસએમપી પ્લેટફોર્મ (બીએસઇ એસએમઇ) ઉપર લિસ્ટ થવા પ્રસ્તાવિત છે. ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સ એક ફૂલ-ફ્લેજ્ડ ઇનોવેટિવ ડેટા સોલ્યુશન કંપની છે, જે મલ્ટી-સેન્સર ડ્રોન સર્વે માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ, ડ્રોનના ડેટા પ્રોસેસિંગ અને ડ્રોન ડિલિવરી માટે મજબૂત હાઇ-કન્ફિગરેશન હાર્ડવેર, ઓટોમેટેડ સર્વે માટે ડ્રોન ઇન અ બોક્સ સોલ્યુશન તથા ડ્રોન પાઇલોટ ટ્રેનિંગ તથા જીઆઇએસ ડેટા પ્રોસેસિંગ, પાયઝોન કોડિંગ અને ઇન્ડસ્ટ્રી-કેન્દ્રિત કોર્સિસ વગેરે ઓફર કરે છે. પ્રસ્તાવિત ઓફરિંગમાંથી ઉભા કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપની ડ્રોન અને બીજી એસેસરિઝની ખરીદી તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરશે. ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સ ની સ્થાપના પ્રતિક શ્રીવાસ્તવે વર્ષ 2017માં કરી હતી.
ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સ એ ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) પ્રમાણિત આરપીટીઓ (રિમોટ પાઇલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન) કંપની છે, જે તેની મુખ્ય કામગીરી મહારાષ્ટ્રના પૂણેમાં ધરાવે છે. કામગીરીના માત્ર છ મહિનામાં તેઓ 150થી વધુ ડ્રોન પાઇલોટ્સને તાલીમ આપવા સક્ષમ રહ્યાં છે. તાજેતરમાં તેણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર કર્યાં છે અને ગુજરાતમાં તેનું બીજું આરરપીટીઓ લોંચ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય આગામી પેઢી અને ભારતીય સેનામાં જોડાતા વિદ્યાર્થીઓના કૌશલ્યોમાં વધારો કરવાનો છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
જૂન 2022માં સમાપ્ત થયેલાં વર્ષ માટે કંપનીએ રૂ. 308.96 લાખની કુલ આવતો તેમજ રૂ. 72.06 લાખનો ચોખ્ખો નફો કર્યો હતો.