EKI Energyના IPOમાં એક વર્ષમાં 6900%નું અધધ….. રિટર્ન
આને કહેવાય IPO અને આને કહેવાય નસીબ!!
એક વર્ષ પહેલા રૂ. 102માં EKI Energyના IPOમાં લાગેલા શેરની રૂ. 12560ની સર્વોચ્ચ સપાટીથી રૂ. 7282 સુધીની સફર
ગયા વર્ષે IPO લોન્ચ થયા પછી EKI Energy Services Ltdનો શેર રાજાની કુંવરીની જેમ રાતે ના વધે તેટલો દાડે અને દાડે ના વધે તેટલો રાતે વધી રહ્યો છે. માર્ચ-21માં શેરદીઠ રૂ. 102ની ઇશ્યૂ પ્રાઇસ સાથે એલોટ થયેલો આ શેર એપ્રિલ-21માં રૂ. 140ની કિંમતે લિસ્ટેડ થયો ત્યારે આઇપીઓમાં ભજીયા ખાનારા કોઇ ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સને કલ્પના પણ નહિં હોય કે, આ શેર એકજ વર્ષમાં 6900 ટકાનું અધધધ….. રિટર્ન આપી દેશે. જાન્યુઆરી-22માં શેરનો ભાવ રૂ. 12560ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા પછી આ શેર હાલમાં રૂ. 7282 (તા. 14 જૂન-22ના રોજ) ચાલી રહ્યો છે.
જોકે, જાન્યુઆરી-22ની સર્વોચ્ચ સપાટીથી અત્યારસુધીમાં આ શેરમાં હેવી સેલિંગ પ્રેશર રહ્યું હોવાના કારણે શેર છેલ્લા એક માસમાં 6 ટકાથી વધુ અને 2022માં અત્યારસુધીમાં 30 ટકાથી વધુ ઘટી ચૂક્યો છે.
“જો” અને “તો”ના તાંતણે ટીંગાયેલા આશાવાન ઇન્વેસ્ટર્સ……..
ધારોકે “જો” કોઇ રોકાણકારે EKI Energy Services Ltdના આઇપીઓમાં શેરદીઠ રૂ. 102ની કિંમતે કુલ રૂ. 10200માં 100 શેર્સ મેળવીને જાળવી રાખ્યા હોત “તો” આજે તેની કિંમત રૂ. 728200 અર્થાત્ અંકે રૂપિયા સાત લાખ અઠ્ઠાવીસ હજાર બસો પૂરાં થઇ ગઇ હોત…
EKI Energy Services Ltdના શેરની સફર એક નજરે
52 Week High (adjusted) | 12,599.95 (24/01/2022) |
52 Week Low (adjusted) | 553.70 (14/06/2021) |
52 Week High (Unadjusted) | 12599.95 (24/01/2022) |
52 Week Low (Unadjusted) | 553.70 (14/06/2021) |
Month High/Low | 8988.00 / 6974.45 |
Week High/Low | 7649.00 / 7010.25 |