રિલાયન્સ રિટેલ અને ASOS પાર્ટનર ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે
મુંબઈ, 16 મે: રિલાયન્સ રિટેલ તથા યુકેની ઓનલાઈન ફેશન રિટેલર ASOS દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. લાંબા-ગાળાના લાઈસન્સિંગ કરાર હેઠળ, રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ઓનલાઈન તેમજ ઓફલાઈન ચેનલ્સ સંબંધે ASOS માટે એક્સક્લુઝિવ રિટેલ ભાગીદાર રહેશે.
ફેશન-લવિંગ 20-સમથિંગના પ્રાપ્તિસ્થાન તરીકે, ASOS એ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્ક્સની સાથે ઓપરેટ કરવાની રિલાયન્સ રિટેલ્સની અતુલ્ય ક્ષમતા સાથે સહજતાથી જોડાઈ રહી છે. આ જોડાણ થકી લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સને શોધવા અને તેની સાથે જોડાવાની ભારતીય ઉપભોક્તાઓની રીતરસમમાં ક્રાંતિકારી પરિવર્તન આણવાનું વચન અપાય છે. આ કરાર એ ASOSની સૌપ્રથમ રાષ્ટ્ર-વ્યાપી એક્સક્લુઝિવ રિટેલ ભાગીદારી છે.
આ ભાગીદારી વિશે ટિપ્પણી કરતા, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર, ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “આપણા ફેશન પરિવારમાં ASOSનું સ્વાગત કરતા હું રોમાંચ અનુભવું છે, જેના થકી વૈશ્વિક ટ્રેન્ડ્સની નાડ પારખીને તેની ભારતીય સ્ટોર્સમાં પ્રસ્તુતિ કરવાની અમારી કટિબદ્ધતામાં અમે હરણફાળ ભરી છે. આ ભાગીદારી ભારતના પ્રિમયર રિટેલ ડેસ્ટિનેશન તરીકેના અમારા સ્ટેટસને પ્રસ્થાપિત કરે છે, તેમજ એ સુનિશ્ચિત કરે છે કે અમારા ગ્રાહકોને તેમની ખેવના મુજબની અત્યાધુનિક ફેશન સ્ટાઈલ્સ સુધી પહોંચ પ્રાપ્ત થતી રહે.”
ASOSના CEO, જોસ એન્ટોનિયો રામોસે જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ દુનિયાભરના ફેશનપ્રેમીઓને લેટેસ્ટ તથા શ્રેષ્ઠ ટ્રેન્ડ્સ સુધી પહોંચ પૂરી પાડીને તેઓ જે બનવા માગે છે તે બનવાનો આત્મવિશ્વાસ પૂરો પાડવાનો છે. રિલાયન્સ રિટેલ સાથે મળીને, અમે અમારી ફેશન-અગ્રણી પોતાની-બ્રાન્ડ્સની ભારતના ગ્રાહકો સમક્ષ આ વિશ્વની સૌથી મોટી બ્રિટિશ ફેશન બ્રાન્ડ્સમાંની એક ASOSની સાથે પ્રસ્તુતિ કરવાનો રોમાંચ અનુભવી રહ્યા છીએ.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)