SME પ્લેટફોર્મ ખાતે ગ્રીલ સ્પ્લેન્ડર અને ગ્રીન હાઇટેકની એન્ટ્રી આ સપ્તાહે
SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open | Close | Price (Rs) | Lot |
Emmforce Autotech | Apr23 | Apr25 | 93/98 | 1200 |
Ramdev baba Solvent | Apr15 | Apr18 | 80/85 | 1600 |
Grill Splendour Services | Apr15 | Apr18 | 120 | 1200 |
Green hitech Ventures | Apr12 | Apr16 | 50 | 3000 |
અમદાવાદ, 15 એપ્રિલઃ SME પ્લેટફોર્મ ખાતે આ સપ્તાહે બે ઇશ્યૂઓની એન્ટ્રી સાથે કુલ 3 IPO હાજરી આપશે.
ગ્રીન હાઇટેક વેન્ચર્સ
રૂ. 50ની ઇશ્યૂ પ્રાઇસ, રૂ. 3000 શેર્સની એપ્લિકેશન, રૂ. 6.30 કરોડની ઇશ્યૂ સાઇઝ અને બીએસઇ SME ખાતે લિસ્ટિંગની દરખાસ્ત ધરાવતી કંપની તા. 12 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશશે. વારાણસી સ્થિતિ કંપની પેટ્રોલિયમ ઉત્પાદન ટ્રેડિંગ સાતે સંકળાયેલી છે. તે ઉપરાંત સરકારી ડિસ્ટિલરી કંપનીઓમાં ઇથેનોલ ઉત્પાદન માટેના જોબવર્ક સાથે પણ સંકળાયેલી છે. કંપનીના લીડ મેનેજર્સ તરીકે બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ છે. કંપનીની છેલ્લા ત્રણ વર્ષની નાણાકીય કામગીરી સાધારણ રહી છે. તે જોતાં રોકાણકારો મધ્યમ રિટર્નને ધ્યાનમાં રાખી અરજી કરી શકે છે.
રામદેવ બાબા સોલવન્ટ
રૂ. 80-85ની પ્રાઇસબેન્ડ, 1600 શોર્સની લોટસાઇઝ, રૂ. 50.27 કરોડની ઇશ્યૂ સાઇઝ અને એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટિંગની દરખાસ્ત ધરાવતી કંપની તા. 15 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રિફાઇન્ડ સાઇસબ્રાન તેલના ઉત્પાદન અને વેચાણ વ્યવસાયમાં સંકળાયેલી કંપનીની ગ્રાહક યાદીમાં મેરીકો, મધર ડેરી, એમ્પાયર સ્પાઇસ જેવી એફએમસીજી કંપનીઓ છે. કંપની મહાદુલા અને નાગપુર ખાતે ઉત્પાદન વ્યવસ્થા ધરાવે છે. કંપનીના લીડ મેનેજર્સ તરીકે ચોઇસ કેપિટલ એડવાઇઝર્સ છે. કંપનીની છેલ્લા 3 વર્ષની નાણાકીય સ્થિતિ સારી રહી છે. તે જોતાં રોકાણકારો સારું રિટર્નને ધ્યાનમાં રાખી અરજી કરી શકે છે.
ગ્રીલ સ્પ્લેન્ડર સર્વિસિસ
રૂ. 120ની ઇશ્યૂ પ્રાઇસ, રૂ. 1200 શેર્સની લોટ સાઇઝ, રૂ. 16.47 કરોડની ઇશ્યૂ સાઇઝ અને એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટિંગની દરખાસ્ત ધરાવતી કંપની તા.15 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની બર્ડીઝ બ્રાન્ડ હેઠળ બેકરી અને પેસ્ટ્રીઝ વ્યવસાયમાં સંકળાયેલી છે. મુંબઇમાં 17 રિટેલ સ્ટોર્સ ધરાવે છે. કંપની કોર્પોરેટ ક્લાયન્ટ્સ પણ ધરાવે છે. કંપનીની છેલ્લા ત્રણ વર્ષની નાણાકીય કામગીરી સાધારણ રહી છે. તે જોતાં રોકાણકારો મધ્યમ રિટર્નને ધ્યાનમાં રાખી અરજી કરી શકે છે.
ગત સપ્તાહે લિસ્ટેડ 5માંથી બે SME IPOમાં નેગેટિવ રિટર્ન
ગત સપ્તાહે SME પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ પાંચ પૈકી 3 IPO પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે બે IPOમાં નેગેટિવ રિટર્ન નોંધાયું છે. ક્રિએટિવ ગ્રાફીક્સનો IPO 107 ટકાનું જંગી રિટર્ન રળી રહ્યો છે. તો આલુવિન્ડ આર્કિટેક્ચર 2.22 ટકા નેગેટિવ રિટર્ન દર્શાવે છે. એપ્રિલમાં અત્યારસુધીમાં 15 આઇપીઓ લિસ્ટેડ થયા છે. તે પૈકી 11 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે. જ્યારે ચાર આઇપીઓમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે.
Company | Price | Current Price | Profit/Loss |
SRM Contractors | 210 | 207.85 | -1.02% |
Creative Graphics | 85 | 175.8 | 106.82% |
Aluwind Architect | 45 | 44 | -2.22% |
Yash Optics | 81 | 87.85 | 8.46% |
K2 Infragen | 119 | 148.9 | 25.13% |
Jay Kailash Namkeen | 73 | 76.37 | 4.62% |
Radiowalla Network | 76 | 116.4 | 53.16% |
TAC Infosec | 106 | 279.5 | 163.68% |
Trust Fintech | 101 | 191.8 | 89.9% |
GConnect Logitech | 40 | 36.49 | -8.78% |
Blue Pebble | 168 | 242.15 | 44.14% |
Aspire Advertising | 54 | 70.1 | 29.81% |
Vruddhi Engineering | 70 | 99.86 | 42.66% |
Naman In-Store | 89 | 113.3 | 27.3% |
Vishwas Agri Seeds | 86 | 84.9 | -1.28% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)