ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે માં રેકોર્ડ રૂ. 34,697 કરોડનો પ્રવાહ: AMFI
EXISTING NFO AT A GLANCE
FUND | CLOSING |
Aditya Birla SL Quant Fund-Reg(G) | 24-Jun |
Kotak Special Oppo. Fund-Reg(G) | 24-Jun |
Baroda BNP Paribas Manu. Fund-Reg(G) | 24-Jun |
Baroda BNP Paribas Manu. Fund(G) | 24-Jun |
મુંબઇ, 10 જૂનઃ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ મે મહિનામાં 83.42 ટકા વધીને રૂ. 34,697 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા (AMFI), મ્યુચ્યુઅલ ફંડ્સ માટેની ઇન્ડસ્ટ્રી ટ્રેડ બોડીઓ 10 જૂનના રોજ જાહેર કરાયેલ ડેટા અનુસાર જોવા મળ્યું છે. ખાસ કરીને ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં રોકાણનો પ્રવાહ સતત 39મા મહિને સકારાત્મક ઝોનમાં રહ્યો હતો.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાણાપ્રવાહ મે 2024માં રૂ. 30,000 કરોડના સ્તરને વટાવી ગયો છે, કારણ કે ચોખ્ખા પ્રવાહનો અગાઉનો રેકોર્ડ રૂ. 28,463 કરોડ હતો. ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં ચોખ્ખા રોકાણમાં ઉછાળાને સેક્ટરલ અને થીમેટિક ફંડ્સ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેમાં મે દરમિયાન રૂ. 19,213.43 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. નોંધપાત્ર રીતે, HDFC મેન્યુફેક્ચરિંગ ફંડ, જે મહિના દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું, તેણે તેની નવી ફંડ ઓફર (NFO) સમયગાળા દરમિયાન રોકાણકારો પાસેથી રૂ. 9,563 કરોડ મેળવ્યા હતા.
સ્મોલ-કેપ ફંડ્સમાં ઇનફ્લો મજબૂત રહ્યો હતો કારણ કે સ્મોલ-કેપ અને મિડ-કેપ ફંડ્સમાં અનુક્રમે રૂ. 2,724.67 કરોડ અને રૂ. 2,605.70 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ ફંડ્સ કેટેગરીમાં મહિના દરમિયાન રૂ. 663.09 કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું હતું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ એપ્રિલ 2024માં 16.42 ટકા ઘટીને રૂ. 18,917.08 કરોડ થયો હતો.
BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં લગભગ 1 ટકાનો ઘટાડો થતાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો મે મહિનામાં મોટાભાગે ફ્લેટ ટ્રેડ થયા હતા. ફિક્સ્ડ ઈન્કમ કેટેગરીમાં, ચોખ્ખો પ્રવાહ મહિના દરમિયાન 77.73 ટકા ઘટીને રૂ. 42,294.99 કરોડ થયો હતો. ઇક્વિટી અને ડેટ ફંડ્સમાં નવા પ્રવાહને કારણે, એકંદરે ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે દરમિયાન રૂ. 1.11 લાખ કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)