અમદાવાદઃ Patymની પેરન્ટ કંપની One97 communicationsની ઇક્વિટીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) અને મ્યુચ્યુઅલ ફંડ્સે જૂન- સપ્ટેમ્બર એમ બન્ને ક્વાર્ટર દરમિયાન પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે. જોકે, રૂ. 2 લાખથી ઓછાં શેર્સ ધરાવતાં રિટેલ રોકાણકારો ધીરે ધીરે એક્ઝિટ લઇ રહ્યા હોવાનું બીએસઇના આંકડાઓ ઉપરથી જોવા મળી રહ્યું છે.

સપ્ટેમ્બર-21ની સરખામણીમાં સપ્ટેમ્બર-22 દરમિયાન વિદેશી સંસ્થાઓનું હોલ્ડિંગ 5.14 ટકાથી વધી 5.77 ટકા જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સનું હોલ્ડિંગ 1.14 ટકાથી વધી 1.26 ટકા થયું છે.

રિટેલ રોકાણકારોના હોલ્ડિંગમાં સતત ઘટાડો

સામે રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ 6.86 ટકાથી ઘટી 6.37 ટકા થયું છે.

કંપનીનો લેન્ડિંગ બિઝનેસ 224 ટકા વધ્યો હોવાનું કંપનીએ સ્ટેટમેન્ટ જારી કર્યું હતું. કંપની ફન્ડામેન્ટલ્સ મજબૂત છતાં ફેન્સીના અભાવે શેરનો ભાવ તૂટ્યો હોવા છતાં સંસ્થાકીય રોકાણકારો આ શેરમાં સતત ખરીદી વધારી રહ્યા છે. તે જોતાં જેપી મોર્ગને શેરના ભાવનો ટાર્ગેટ લોંગ ટર્મ માટે વધારી રૂ. 1000 કર્યો હતો.

HOLDERSSEP-22JUNE-21MARCH-22
FPI5.775.144.42
MF1.261.141.05
Retail6.376.867.72

મંગળવારે પણ શેરનો ભાવ સાધારણ ઘટ્યોઃ મંગળવારે શેરનો ભાવ રૂ. 1.25 (0.19 ટકા)ના ઘટાડા સાથે રૂ. 642.25ની સપાટીએ બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કંપનીએ શેરદીઠ રૂ. 2150ની કિંમતે આઇપીઓ યોજ્યો હતો. તે જોતાં શેરધારકો શેરદીઠ રૂ. 1508નું નુકસાન વેઠી રહ્યા છે.