• ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સની 20મી એડીશનમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન

નવી દિલ્હીઃ મંગળવારે ફોર્બ્સ ગ્લોબલ સીઈઓ કોન્ફરન્સની 20મી એડીશનમાં સંબોધન કરતાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ આગામી 10 વર્ષમાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે. એક જૂથ તરીકે, અમે આગામી દાયકામાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં $100 અબજનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ. અમે આ રકમના 70 ટકા રકમ એનર્જી ટ્રાન્જિશન માટે ફાળવી છે. 20 ગીગાવોટ ક્ષમતા સાથે અમે વિશ્વની સૌથી મોટી સોલર કંપની છીએ. અને અમે આ દિશામાં આગળ વધવા માંગીએ છીએ.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે તેમની કંપની આગામી દાયકામાં રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં $100 અબજનું રોકાણ કરવા જઈ રહી છે. અદાણી જૂથ ઈન્ટિગ્રેટેડ હાઈડ્રોજન વેલ્યુ ચેઈનમાં $70 અબજનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ એનર્જી ટ્રાન્ઝિશન સ્પેસ પર મોટો દાવ રમવા જઈ રહી છે. અદાણી ગ્રૂપ પાસે સૌર ઊર્જાના સંદર્ભમાં વિશાળ પોર્ટફોલિયો છે.

નવા બિઝનેસમાં સૌર ઉર્જા દ્વારા 45 GW ક્ષમતા ઉમેરવામાં આવી રહી છે. લગભગ 100,000 હેક્ટરમાં હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાવર જનરેશન વિકસાવવામાં આવી રહ્યું છે જે સિંગાપોર કરતાં 1.4 ગણી વિશાળ જગ્યા ધરાવે છે. 10 GWની સિલિકોન આધારિત ફોટો વોલ્ટેઇક વેલ્યુ ચેઇન બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. તેમાં કાચા સિલિકોનથી લઈને સોલર પેનલ સુધીની દરેક વસ્તુ બનાવવામાં આવશે. તેવી જ રીતે, વિન્ડ ટર્બાઇન ઉત્પાદન ક્ષમતાની ક્ષમતા 10 GW હશે, જ્યારે 5 GWની હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી બનાવવામાં આવી રહી છે.

ચીન આગામી સમયમાં વધુ એકલતાં અનુભવશેઃ ગૌતમ અદાણી

નવી દિલ્હીઃ ગૌતમ અદાણીએ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં વધતા રાષ્ટ્રવાદ, સપ્લાય ચેઇનમાં ફેરફાર અને ટેક્નોલોજી પરના નિયંત્રણોને કારણે આગામી સમયમાં ચીન એકલુ પડી જવા અંગે નિવેદન આપ્યું છે. સિંગાપોરમાં ફોર્બ્સની ઈવેન્ટમાં અદાણીએ જણાવ્યુ હતું કે, એક સમયે ગ્લોબલાઈઝેશનનો ચેમ્પિયન ગણાતો દેશ હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. ઘણા દેશો ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો વિરોધ કરી રહ્યા છે. આનાથી બેઇજિંગની વૈશ્વિક આકાંક્ષાઓને ફટકો પડ્યો છે. પ્રોપર્ટી માર્કેટમાં જે રીતે ઘટાડો થયો છે તેની સરખામણી 1990માં જાપાન સાથે જે થઈ હતી તે આજે ચીનની સાથે થઈ રહી છે.

હું કબૂલ કરૂ છું કે, ભારત સંપુર્ણતાથી દૂર છેઃ ગૌતમ અદાણી

ભારત વિશે હવે વાત કરું તો કબૂલ કરનાર હું પ્રથમ વ્યક્તિ હોઈશ કે આપણે સંપૂર્ણતાથી દૂર છીએ. અલબત્ત હું એ પણ દાવો કરું છું કે ભારતની લોકશાહીનો સાર તેની અપૂર્ણતામાં રહેલો છે. જે લોકો જે ભારતને અપૂર્ણ તરીકે જુએ છે તે એક સમૃદ્ધ અને ઘોંઘાટભરી લોકશાહીને પ્રતિબિંબિત કરે છે. તેમની અપૂર્ણતાઓને દેખાડવા માટે અવાજ ઉઠાવવા માત્ર મુક્ત લોકો જ પરવડી શકે છે. આનું અતિ સંચાલન કરવું એ ભારતની વિવિધતાને વ્યક્ત કરવાની અનન્ય ક્ષમતાને નષ્ટ કરવા જેવું છે. વાસ્તવિક્તા એ છે કે ભારત હમણાં જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. અને એ પણ હકીકત છે કે ભારત ૨૦૩૦ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ ઉપર છે. તથ્ય એ છે કે ભારતનો વાસ્તવિક વિકાસ હમણાં જ શરૂ થઈ રહ્યો છે  કારણ કે તે આ વર્ષે તેની સ્વતંત્રતાના ૭૫માં વર્ષથી આઝાદીના ૧૦૦માં વર્ષ તરફ જઇ રહ્યો છે. આપણો દેશ આ સમયગાળાને અમૃત કાલ કહે છે એટલે જ એક સારી આવતીકાલની શરૂઆત માટેનો આ સંપૂર્ણ સમયગાળો છે. આગામી પંદર વર્ષમાં મેકઈન ઈન્ડિયા દ્વારા 500 અબજ ડોલરનું એફડીઆઈ નોંધાઈ શકે છે. 2021માં ભારતમાં દર નવમાં દિવસે યુનિકોર્ન બન્યા હતા. તેમજ વૈશ્વિક સ્તરે 48 અબજ ડોલરના રિઅલ ટાઈમ ફાઈનાન્સિયલ ટ્રાન્જેક્શન નોંધાયા હતા. જે ચીન કરતાં ત્રણ ગણાં અને અમેરિકા,કેનેડા, ફ્રાન્સ, જર્મની કરતાં છ ગણા હતા.