મુંબઈ, 15 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,210 અને નીચામાં રૂ.58,711 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.496 ઘટી રૂ.58,802ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.243 ઘટી રૂ.47,679 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.5,892ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.481 ઘટી રૂ.58,768ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,488 ઘટી રૂ.71,149

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,549ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,549 અને નીચામાં રૂ.70,715 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,562 ઘટી રૂ.71,089 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,488 ઘટી રૂ.71,149 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,482 ઘટી રૂ.71,149 બોલાઈ રહ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,76,564 સોદાઓમાં કુલ રૂ.27,405.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,762.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14601.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 1,27,154 સોદાઓમાં રૂ.8,957.53 કરોડનાં કામકાજ થયાં હતાં.

અમદાવાદ હાજર બજારના ભાવો (15-6-2023)

વિગતકિંમત
ચાંદી ચોરસા70500-71500
ચાંદી રૂપું70300-71300
સિક્કા જૂના700-900
999 સોનું60500- 60800
995 સોનું60300- 60600
હોલમાર્ક59585

બુલડેક્સ વાયદામાં રૂ.41 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ જૂન વાયદો રૂ.730.80ના ભાવે ખૂલી, રૂ.0.05 વધી રૂ.731.90 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.203.70 તેમ જ જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.203.95 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.183.65 જસત-મિની જૂન વાયદો રૂ.0.20 ઘટી રૂ.220.85 બોલાઈ રહ્યો હતો. 13,704 સોદાઓમાં રૂ.1,471.41 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલ જૂન વાયદો .13 વધી રૂ.5,677 બોલાયો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,609ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,692 અને નીચામાં રૂ.5,592 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 વધી રૂ.5,677 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.15 વધી રૂ.5,678 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.190ના ભાવે ખૂલી, રૂ.2.50 વધી રૂ.195.60 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.4 વધી 195.6 બોલાઈ રહ્યો હતો. 63,937 સોદાઓમાં રૂ.2,315.4 કરોડનો ધંધો થયો હતો.

કોટન ખાંડી જૂન વાયદો રૂ.120 વધી રૂ.57,380ના સ્તરે

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,560 અને નીચામાં રૂ.56,940 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 વધી રૂ.57,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.80 વધી રૂ.931.90 બોલાયો હતો. રૂ.18.48 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.12,763 કરોડ, ઓપ્શન્સમાં રૂ. 14601.06 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,421.31 કરોડનાં 5,811.990 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,536.22 કરોડનાં 774.212 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,034.25 કરોડનાં 18,25,880 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,281.15 કરોડનાં 6,59,06,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.159.61 કરોડનાં 7,833 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.45.36 કરોડનાં 2,472 ટન તાંબાના વાયદાઓમાં રૂ.816.14 કરોડનાં 11,185 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.450.30 કરોડનાં 20,443 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.80 કરોડનાં 1,344 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.68 કરોડનાં 114.48 ટનનાં કામકાજ થયાં હતાં.