સોનાએ છેલ્લા 20 વર્ષમાં વાર્ષિક 11 ટકાના દરે રિટર્ન આપ્યું, વર્ષના અંત સુધી કિંમત વધવાની શક્યતા
- ઈક્વિટી બજારોમાં ઘટાડાની ભરપાઈ કરવા સોનામાં રોકાણ જરૂરી
- અનિશ્ચિત માહોલમાં સોનાએ સરેરાશ 10 ટકાથી વધુ રિર્ટન આપ્યું
- ચાલુ કેલેન્ડર વર્ષમાં બુલિયન સોનુ 7 ટકા વધ્યું
મુંબઈ, 9 નવેમ્બરઃ વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ફેડ દ્વારા વ્યાજદરોને જાળવી રાખવાની નીતિ તેમજ ક્રૂડ પ્રત્યે અનિશ્ચિતતાઓ વચ્ચે સેફ હેવન સોના-ચાંદીમાં આકર્ષણ વધ્યું છે. આજથી શરૂ થયેલા તહેવારોની સિઝનમાં સુરક્ષિત રોકાણ માટે સોનુ ઉત્તમ એસેટ ક્લાસ તરીકે ઉભરી આવ્યું હોવાનું વિન્ડમિલ કેપિટલના રિપોર્ટમાં જણાવ્યું છે. વર્ષના અંત સુધી તેની કિંમત 10 ટકા સુધી વધી શકે છે.
વિન્ડમિલની પેટા કંપની સ્મોલકેસ ટેક્નોલોજીસ પ્રા. લિ.નો અભ્યાસ દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં ખાસ કરીને ધનતેરસ અને દિવાળી દરમિયાન સોનાની માંગ મજબૂત રહેવાની શક્યતા છે. જેની પાછળનું કારણ આગામી સમયમાં સોનાનો ભાવ વધવાની વકી છે.
ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાના સમયમાં, સોનું તાત્કાલિક ગાળામાં ઊંચા વલણની અપેક્ષા રાખે છે. પીળી ધાતુ માટે લાંબા ગાળાના વલણને સમજવા માટે આ અભ્યાસ છેલ્લા બે દાયકામાં સોનાની કામગીરી વિશે વાત કરે છે. તે દર્શાવે છે કે છેલ્લા 20 વર્ષમાં સોનાએ સરેરાશ 11% CAGR સાથે રિટર્ન આપ્યું છે.
ઈક્વિટી સામે હેજિંગ કરવા સોનુ ઉત્તમ
વિન્ડમિલ કેપિટલના ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ- સિનિયર ડિરેક્ટર તથા સ્મોલકેસના મેનેજર નવીન કેઆરે જણાવ્યું હતું કે, “રોકાણકારોને સોના અને ઇક્વિટી બંને સહિતના પોર્ટફોલિયોમાં રોકાણ કરવાની સલાહ આપવી યોગ્ય રહેશે. સોનાનું પ્રદર્શન પ્રતિકૂળ મેક્રો ઇવેન્ટ્સ અથવા સતત ઊંચા ફુગાવા દરમિયાન ઇક્વિટીના નબળા પ્રદર્શન સામે હેજિંગ મારફત રોકાણ મૂડીને સરભર કરશે.”
સોનું એ સેફ હેવન એસેટ ક્લાસ
ઐતિહાસિક રીતે, જ્યારે પણ બજારમાં ઉથલપાથલ હોય છે, ત્યારે રોકાણકારોની કુદરતી વૃત્તિ સલામતી માટે સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ તરફ દોરી જાય છે. એસેટ ક્લાસ તરીકે સોનું કટોકટી દરમિયાન સારો દેખાવ કરે છે. કોવિડ કટોકટી અથવા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન નિફ્ટીનું વળતર નકારાત્મક રહ્યું હતું, ત્યારે સોનામાં 20 ટકાથી વધુ રિટર્ન છૂટ્યું હતું. આથી ઇક્વિટી સામે સોનું અસરકારક હેજ છે.
ફુગાવામાં ઈક્વિટી સામે કીમતી ધાતુનુ પ્રદર્શન આકર્ષક
બીજું, સોનું ઉચ્ચ ફુગાવાના સમયગાળા દરમિયાન નિફ્ટી 50 કરતાં વધુ પ્રદર્શન કરતા ફુગાવા સામે કાર્યક્ષમ બચાવ તરીકે પણ કામ કરે છે. ઉચ્ચ ફુગાવો સામાન્ય રીતે નીચા ઇક્વિટી વળતર સાથે સંકળાયેલ છે. બીજી બાજુ, લાંબા ગાળે, સોનું ફુગાવા સામે અસરકારક બચાવ તરીકે કામ કરે છે. 2022માં, વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ રેકોર્ડ 1,136 ટન સોનું ખરીદ્યું, જેની કિંમત લગભગ $70 અબજ છે.
વર્તમાન ક્વાર્ટર દરમિયાન ભૌગોલિક રાજકીય વલણો અને બજાર જે રીતે પ્રદર્શન કરે છે તે સોનાને મનપસંદ એસેટ ક્લાસ બનાવે છે. સ્પષ્ટપણે, ભારતમાં ખાસ કરીને તહેવારોની સિઝનમાં સોનામાં રોકાણ કરવાની પરંપરાગત સંસ્કૃતિ વર્ષોથી ચાલુ રહેશે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો