અમદાવાદ, 29 ડિસેમ્બરઃ એમ્પિયર, એલ્ટ્રા અને એલે ઇલિક્ટ્રિક દ્વિચક્રી વાહનો (E-2W)ના ઉત્પાદક ગ્રીવ્ઝ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે શેરબજારના નિયમનકાર સેબી સમક્ષ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું છે. કંપની બીટુસી અને બીટુબી ગ્રાહકો માટે પેસેન્જર અને માલવહન માટેના દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની સમગ્ર શ્રેણી પૂરી પાડે છે.

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ પ્રમાણે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં કુલ રૂ. 1000 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યુ અને શેર વેચતા શેરધારકોના 18,93,98,200 ઇક્વિટી શેર (18.9 કરોડ શેર)ની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. ઓફર ફોર સેલના વિભાગમાં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર ગ્રીવ્ઝ કોટન લિમિટેડ 5.1 કરોડ શેર અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર અબ્દુલ લતીફ જમીલ ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સ ડીએમસીસી 13,83,98,200 ઇક્વિટી શેર (13.8 કરોડ શેર)નું વેચાણ કરશે.

કંપની બૂક રનિંગ લીડ મેનજેર્સ (બીઆરએલએમ) સાથે પરામર્શ પછી રેડ હેરિંગ પ્રોસ્પક્ટસ ફાઇલ કરતા પહેલા કુલ રૂ. 200 કરોડ સુધીનું પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ લાવી શકે છે. પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ થાય તો ફ્રેશ ઇશ્યુનું કદ પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ પછી બાકી રહેલી રકમ પૂરતું રહેશે.

વર્ષ 2008માં સ્થાપના થઈ હતી એ ગ્રીવ્ઝ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (જીઇએમએલ) ફ્રેશ ઇશ્યુમાંથી પ્રાપ્ત મૂડીનો ઉપયોગ પ્રોડક્ટ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ તથા બેંગાલુરુના ટેક્નોલોજી સેન્ટરની ક્ષમતાવૃદ્ધિ પાછળ (રૂ. 375.2 કરોડ); બેટરીના ઇન-હાઉસ એસેમબ્લિંગ માટે (રૂ. 82.9 કરોડ); (મટિરિયલ્સ માટેની સંપર્ણ માલિકીની પેટા કંપની) બેસ્ટવે એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડના વિસ્તરણ પાછળ મૂડીરોકાણ (રૂ. 19.8 કરોડ); એમએલઆર ઓટો લિમિટેડની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે (રૂ. 38.2 કરોડ); ખરીદી મારફતે એમએલઆરમાં કંપનીનો હિસ્સો વધારવા (રૂ. 73.6 કરોડ); ડિજિટાઇઝેશન વધારવા અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીની માળખાગત સુવિધા ઊભી કરવા (રૂ. 27.8 કરોડ); અજાણી કંપનીઓની ખરીદી દ્રારા ઇનોર્ગેનિક વિસ્તરણ અને કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

સપ્ટેમ્બર 30, 2024ની સ્થિતિએ જીઇએમએલ રાણીપેત (તામીલ નાડૂ), ગ્રેટર નોઇડા (ઉત્તર પ્રદેશ) અને તૂપ્રાન (તેલંગાના)માં વ્યૂહાત્મક સ્થળોએ ત્રણ ઉત્પાદન એકમો ચલાવે છે. કંપનીની કામગીરીઓમાંથી આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ. 611.8 કરોડ અને સપ્ટેમ્બર 30, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષના પૂર્વાર્ધમાં રૂ. 302.2 કરોડ હતી.

મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ ઇશ્યુ માટે બૂક રનિંગ લીડ મેનેજર્સ હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)