Harsha Engineers IPO Listed with 35% premium on BSE.
  • સેકેન્ડરી માર્કેટમાં 900 પોઈન્ટથી વધુનો ગાબડું
  • હર્ષા એન્જિનિયર્સના પ્રિમિયમે લિસ્ટિંગથી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનું ઘોડાપુર જોવા મળશે
  • ગ્રે માર્કેટમાં રૂ. 200થી 230ના પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા

અમદાવાદ
અમદાવાદ સ્થિત અને વર્ષો જૂની પ્રેસિજન બેરિંગ કંપની હર્ષા એન્જિનિયર્સે આજે મેઈન બોર્ડ ખાતે 34.55 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કારાવ્યું છે. રૂ. 755 કરોડના આઈપીઓ બીએસઈ ખાતે  રૂ. 330ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 444ના ભાવે લિસ્ટેડ થયો હતો.

જ્યારે એનએસઈ ખાતે રૂ. 450ના ભાવે (36.36 ટકા) લિસ્ટેડ થયો હતો. 11 વાગ્યા સુધીમાં હર્ષા એન્જિનિયર્સનો આઈપીઓના શેર 486ની સર્વોચ્ચ સપાટીએ પહોંચવા સાથે 47.27 ટકા રિટર્ન આપી રહ્યા હતાં. રિટેલ રોકાણકારને જો હર્ષા એન્જિનિયર્સના આઈપીઓનો એક લોટ પણ લાગ્યો હોય તો તેને માત્ર 12 દિવસમાં રૂ. 14850ના મૂડી રોકાણ રૂ. 21870 થયુ છે. જેમાં રૂ. 7020નો પ્રોફિટ મળ્યો છે.


બીએસઈ ખાતે 11 વાગ્યે 480.40, જ્યારે એનએસઈ ખાતે 478.15 પર ટ્રેડેડ હતો. ઉલ્લેખનીય છે કે, માર્કેટ નિષ્ણાતોએ આઈપીઓ 70 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થવાનો અંદાજ આપ્યો હતો. શું ટ્રેડિંગ ડેના અંતે ઈશ્યૂ પ્રાઈઝ સામે 70 ટકા પ્રિમિયમ સાથે બંધ આપશે કે નહીં તે જોવાનુ રહેશે.
75 ગણો ભરાયો હતો
ચાલુ નાણાકીય વર્ષમાં યોજાયેલા 16 આઈપીઓમાં હર્ષા એન્જિયર્સના આઈપીઓને સૌથી વધુ 74.70 ગણો ભરાયો હતો. રૂ. 755 કરોડના બીડ સામે કુલ રૂ. 56398.5 કરોડની એપ્લિકેશન્સ મળી હતી.રિટેલ પોર્શન 17.63 ગણો ભરાયો હતો. કંપની આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ દેવાની ચૂકવણી, મશીનરી ખરીદી માટે મૂડી ખર્ચ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-મેન્યુફેક્ચરિંગ ખર્ચ માટે કરવાની છે. તદુપરાંત અન્ય કોર્પોરેટ હેતુઓ પણ પૂર્ણ કરશે.