HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ એ ભારતના સૌથી મોટાં સોશિયલ ઇમ્પેક્ટ સ્ટાર્ટ-અપ ફન્ડિંગ પ્રોગ્રામ્સમાંથી એક છે.છેલ્લાં સાત વર્ષમાં આ પ્રોગ્રામે 120થી વધારે ઇન્ક્યુબેશન સેન્ટરો મારફતે ભારતમાં 400 સોશિયલ સ્ટાર્ટ-અપ્સનું સશક્તિકરણ કર્યું છે.

મુંબઈ, 5 ફેબ્રુઆરી: HDFC બેંકએ તેના પ્રમુખ પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામની આઠમી આવૃત્તિ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે સામાજિક પ્રભાવના ક્ષેત્રમાં કામ કરી રહેલા 50-60 સ્ટાર્ટઅપ્સને સમર્થન પૂરું પાડવા માટે 15થી વધારે ઇન્ક્યુબેટરો અને એક્સેલરેટર્સની પસંદગી થઈ છે અને તેમને સાથે લેવામાં આવ્યાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત ₹20 કરોડના કુલ બજેટની સાથે પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સને ₹50 લાખનું અનુદાન પૂરું પાડવામાં આવશે.

આઇઆઇટી મદ્રાસ, આઇઆઇએમ અમદાવાદ વેન્ચર્સ, વિલગ્રો, આઇસીએઆર પુસા કૃષિ, આઇઆઇટી ગુવાહાટી બાયોનેસ્ટ, એસ્પાયર – યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ, આઇઆઇએમ-કલકત્તા ઇનોવેશન પાર્ક, આઈ-હબ ગુજરાત, કેરાલા સ્ટાર્ટ-અપ મિશન, આઇએફએમઆર કેટાલીસ્ટ એઆઇસી એ આ વર્ષે પસંદગી પામેલા ઇન્ક્યુબેટર્સ છે.

આગામી કેટલાક મહિનામાં આ ઇન્ક્યુબેટરો સમગ્ર ભારતમાંથી સામાજિક ઉદ્યોગસાહસિકો પાસેથી અરજીઓ મંગાવશે. આ પહેલનું સમાપન ‘ડેમો ડે’ ઇવેન્ટ્સની સીરીઝમાં થશે, જેમાં બેંક, રોકાણકારો, કૉર્પોરેટ્સ અને મીડિયા સમક્ષ આ સ્ટાર્ટ-અપ્સને રજૂ કરવામાં આવશે, જેથી કરીને આ ઉદ્યમો વધુને વધુ નજરોમાં આવી શકે અને તેમને વધુ સારી તકો મળી શકે.

સ્થાયી વિકાસ અને યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) પ્રત્યેની HDFC બેંકની કટિબદ્ધતાને અનુરૂપ રહીને આ પ્રોગ્રામ અહીં નીચે જણાવેલી બાબતો પર કેન્દ્રીત રહેશેઃ

સામાજિક સુખાકારી માટે AIક્લાઇમેટ ઇનોવેશનનાણાકીય સમાવેશન
કૃષિ અને સ્થાયી ગ્રામ્ય અર્થતંત્રશિક્ષણ અને આજીવિકામાં વધારોજાતીય વૈવિધ્યતા અને સમાવેશન

પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સ મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પૂર્વોત્તરના રાજ્યો સહિત ભારતના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્ત્વ કરશે.

HDFC બેંકના ડીએમડી કૈઝાદ ભરૂચાએ જણાવ્યું હતું કે, એસડીજીના લક્ષ્યાંકોને હાંસલ કરવાનો ઇરાદો ધરાવતા ઉકેલોનું અમલીકરણ કરી રહેલા સામાજિક સ્ટાર્ટ-અપ્સનું સંવર્ધન કરીને અમારો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં વિવિધ સમુદાયો માટે સ્થાયી, સમાવેશી ઉકેલોના સર્જનને સમર્થન પૂરું પાડવાનો છે.’

HDFC બેંકના ટ્રેઝરીના ગ્રૂપ હેડ અરુપ રક્ષિતએ જણાવ્યું હતું કે, ‘ઇન્ક્યુબેટરો અને એક્સેલરેટરોની સાથે વ્યૂહાત્મક સહભાગીદારી કરીને અમે એક સુદ્રઢ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યાં છીએ. આ પ્રોગ્રામમાં ઉદ્યોગસાહસિકોને સંસાધનો અને વિઝિબિલિટી પૂરાં પાડીને તેમનું સશક્તિકરણ કરવામાં આવે છે, જેના પગલે તેઓ પ્રભાવશાળી ઉકેલોનું મોટા પાયે અમલીકરણ કરી શકે છે. પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ પ્રોગ્રામ મારફતે અમારો ઉદ્દેશ્ય આ નવીન ઉદ્યમો સાર્થક પ્રભાવ પાડી શકે અને સૌ કોઈ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે તેમનું સશક્તિકરણ કરવાનો છે.’

આઠમા વર્ષમાં પ્રવેશેલો પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામ વર્ષ 2017થી તેણે સમગ્ર દેશમાં 120થી વધારે ઇન્ક્યુબેટરો મારફતે 400થી વધારે સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડ્યું છે અને સાર્થક પરિવર્તન લાવવા માટેના નોંધપાત્ર સંસાધનોમાં રોકાણ કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)